<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th August 2025

ગોબર હવે સોનું! ભોપાલના જિતેન્દ્રનો કરોડોનો આઇડિયા દરેક માટે પ્રેરણાદાયક

જિતેન્દ્ર ગાયના ગોબરમાંથી ઘર સજાવટની વસ્તુઓ, ગિફ્ટ આઇટમ્સ અને ઘરેણાં જેવી બનાવે છે અનોખી વસ્તુઓ: આ તમામ ઉત્પાદનો પર્યાવરણ માટે ખૂબ જ સારા

ભોપાલ 13 ઓગસ્ટ 2025: શું તમે ક્યારેય વિચાર્યું છે કે ગાયનું ગોબર પણ કરોડોનો ધંધો આપી શકે છે? મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં રહેતા એક કલાકાર, જિતેન્દ્ર રાઠૌડે આ વિચારને વાસ્તવિકતામાં બદલી નાખ્યો છે. પહેલાં એક સામાન્ય નોકરી કરતા જિતેન્દ્રએ કોરોના મહામારીમાં નોકરી ગુમાવી ત્યારે પોતાની પત્ની સાથે મળીને 'ગોબરશિલ્પ'ની શરૂઆત કરી. આજે તેમની કળા દેશભરમાં છવાઈ ગઈ છે!

ગોબરથી બનેલી આ વસ્તુઓની માંગ આશ્ચર્યજનક રીતે વધી રહી છે. જિતેન્દ્ર ગાયના ગોબરમાંથી ઘર સજાવટની વસ્તુઓ, ગિફ્ટ આઇટમ્સ અને ઘરેણાં જેવી અનોખી વસ્તુઓ બનાવે છે. તેમનું કહેવું છે કે, આ તમામ ઉત્પાદનો પર્યાવરણ માટે ખૂબ જ સારા છે અને તેનો કોઈ નકારાત્મક પ્રભાવ થતો નથી. આ ઉપરાંત, આ પ્રોડક્ટ્સ સરળતાથી માટીમાં ભળી જાય છે.

આ ગોબરશિલ્પના માધ્યમથી, જિતેન્દ્ર માત્ર પૈસા જ નથી કમાતા, પરંતુ તેઓ ગૌશાળામાં રહેતા પશુઓની સંભાળ પણ રાખે છે. જિતેન્દ્રની આ સફળતા, જેની શરૂઆત માત્ર ₹100ના ઉત્પાદનોથી થઈ હતી, આજે તે ₹2000-3000 સુધીની કિંમતવાળા મોંઘા પ્રોડક્ટ્સ પણ બનાવે છે. તેમના ઉત્પાદનોમાં ગળાના લોકેટથી લઈને દિવાલ ઘડિયાળ, ફોટો ફ્રેમ, આરતીની થાળી અને દરવાજા પર લટકાવવાની તોરણો પણ શામેલ છે.

આજે, જિતેન્દ્રની કળા મધ્યપ્રદેશ સિવાય મહારાષ્ટ્ર અને છત્તીસગઢ જેવા રાજ્યોમાં પણ ખૂબ લોકપ્રિય થઈ છે. ગોબરને 'સોનું' બનાવી દેવાનો તેમનો આ વિચાર ખરેખર પ્રેરણાદાયક છે અને બતાવે છે કે નવીનતા અને સકારાત્મક વિચારસરણી સાથે કોઈ પણ મુશ્કેલ પરિસ્થિતિને અવસરમાં બદલી શકાય છે.

 

(6:55 PM IST)