News of Wednesday, 13th August 2025
કેદારનાથ યાત્રા બંધ હોવા છતાં ભક્તોનો આક્રોશ: અવરોધો તોડ્યા : પરિસ્થિતિને કાબૂમાં લેવા પોલીસનો લાઠીચાર્જ
એસપી અક્ષય કોંડેનું નિવેદન: કેદારનાથ યાત્રા 3 દિવસ માટે બંધ હતી. ખરાબ હવામાનને લીધેકારણે ગઈકાલે પણ એક મહિલાનું મૃત્યુ

ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે કેદારનાથ યાત્રા માર્ગ પર મુસાફરો અને પોલીસ વચ્ચે ઉગ્ર ઘર્ષણ થયું. રુદ્રપ્રયાગ જિલ્લામાં હવામાનની ખરાબ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રે યાત્રાને ત્રણ દિવસ માટે બંધ કરી દીધી છે, પરંતુ ભક્તો બાબા કેદારનાથના દર્શન માટે આગળ વધવા પર અડગ હતા. આના પરિણામે પરિસ્થિતિ એટલી ગંભીર બની કે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો.
આ ઘટના સોનપ્રયાગમાં કેદારનાથ યાત્રા રૂટ પર બની. ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થવાથી માર્ગ બંધ કરી દેવામાં આવ્યો હતો. તેમ છતાં, ભક્તોની મોટી સંખ્યા આગળ વધવા માટે અડીખમ હતી. એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે ગુસ્સે ભરાયેલા શ્રદ્ધાળુઓએ યાત્રાને રોકવા માટે લગાવેલા અવરોધોને તોડી નાખ્યા હતા. જ્યારે પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા સમજાવવાનો પ્રયાસ નિષ્ફળ ગયો, ત્યારે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે લાઠીચાર્જ કરવામાં આવ્યો.
રુદ્રપ્રયાગના એસપી અક્ષય કોંડેએ આ ઘટના અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, "કેદારનાથ યાત્રા 3 દિવસ માટે બંધ હતી. હવામાન ખરાબ હોવાને કારણે ગઈકાલે પણ એક મહિલાનું દુઃખદ મૃત્યુ થયું હતું. આવી સ્થિતિમાં શ્રદ્ધાળુઓને સતત વિનંતી કરવામાં આવી રહી હતી... પરંતુ જ્યારે તેઓ સંમત ન થયા, ત્યારે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે બળપ્રયોગ કરવો પડ્યો."
ઉત્તરાખંડમાં હાલમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. યાત્રાળુઓની સલામતી સુનિશ્ચિત કરવા માટે જ વહીવટીતંત્રએ આ નિર્ણય લીધો હતો. આ ઘટના એ દર્શાવે છે કે કુદરતી આફતો દરમિયાન ભક્તોની આસ્થા અને સુરક્ષા વચ્ચે સંતુલન જાળવવું કેટલું મોટો પડકાર છે. શ્રદ્ધાળુઓએ પણ પોતાની અને અન્યની સુરક્ષા માટે વહીવટીતંત્રના નિયમોનું પાલન કરવું જોઈએ
(7:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
