<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th August 2025

બારામુલ્લાના ઉરી સેક્ટરના ચિરુન્ડા ગામમાં ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફ્ળ બનાવાયો

સેનાએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધોછે અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું

જમ્મુ કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના ઉરી સેક્ટરના ચિરુન્ડા ગામમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, સુરક્ષા દળોએ સમયસર આ પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. આતંકવાદીઓ અને સેના વચ્ચે થયેલી અથડામણમાં એક સૈનિક શહીદ થયાના સમાચાર છે. હાલમાં એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. સેનાએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. સ્વતંત્રતા દિવસને ધ્યાનમાં રાખીને, સેનાના જવાનો સરહદી વિસ્તારોના દરેક ઇંચ પર નજર રાખી રહ્યા છે જેથી કોઈપણ પ્રકારની ઘૂસણખોરીને અટકાવી શકાય

(12:34 AM IST)