<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th August 2025

જાપાનના વૈજ્ઞાનિકો દ્વારા એક અનોખી શોધઃ માણસોને નવડાવવા અને સાફ કરવા માટે 'વોશિંગ મશીન' બનાવ્‍યુઃ ટૂંક સમયમાં બજારમાં આવશે

માણસોને ૧૫ મિનિટમાં નવડાવી, ધોવડાવીને ક્લીન કરી આપશેઃ વ્યસ્ત જીવનશૈલી ધરાવતા લોકો માટે આ અદ્ભુત ટેકનોલોજી લાભદાયક

નવી દિલ્‍હીઃ  જાપાનના વૈજ્ઞાનિકોએ એક અનોખી શોધ કરી છે, જેમાં માણસોને નવડાવવા અને સાફ કરવા માટે એક ખાસ પ્રકારનું 'વોશિંગ મશીન' બનાવવામાં આવ્યું છે. આ મશીન માત્ર ૧૫ મિનિટમાં વ્યક્તિને સંપૂર્ણપણે સાફ અને સ્વચ્છ કરી દેશે, જે આ વર્ષના અંત સુધીમાં બજારમાં ઉપલબ્ધ થઈ શકે છે.
જાપાનીઝ વૈજ્ઞાનિકોએ વ્યસ્ત જીવનશૈલી ધરાવતા લોકો માટે આ અદ્ભુત ટેકનોલોજી વિકસાવી છે. આ મશીન માણસને અંદર બેસાડીને ઓટોમેટિકલી પાણી, સાબુ અને અન્ય સફાઈ પ્રવાહીનો ઉપયોગ કરીને ૧૫ મિનિટમાં સંપૂર્ણપણે સ્વચ્છ કરી દેશે. આ મશીનનો હેતુ સમય બચાવવા અને સ્વચ્છતાની પ્રક્રિયાને સરળ બનાવવાનો છે.
આ શોધ વૃદ્ધો અને શારીરિક અશક્તિ ધરાવતા લોકો માટે પણ ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે. આ વોશિંગ મશીન ટૂંક સમયમાં બજારમાં આવશે તેવી અપેક્ષા છે.

(12:07 PM IST)