તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૭, મંગળવાર
News of Friday, 15th August 2025
જમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટવાના બનાવના પગલે એરફોર્સ રાહત અને બચાવ કામગીરી માટે તૈયાર
વાયુસેનાએ જમ્મુ અને ઉધમપુરમાં ૧૭ હેલિકોપ્ટર અને એક એડવાન્સ્ડ લાઇટ હેલિકોપ્ટરને રાહત અને બચાવ કામગીરી માટે તૈયાર રાખ્યા

જમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટવાની ઘટનાને પગલે ભારતીય વાયુસેનાએ રાહત અને બચાવ કામગીરી માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. જમ્મુ અને ઉધમપુર ખાતે બે એમાંય-૧૭ હેલિકોપ્ટર અને એક એડવાન્સ્ડ લાઇટ હેલિકોપ્ટર (એએલએચ) તૈનાત કરવામાં આવ્યા છે, જે હવામાનની પરિસ્થિતિ સુધરતાંની સાથે જ કામગીરી શરૂ કરશે. વિગતવાર જોઈએ તો જમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટવાની ઘટનાએ અનેક વિસ્તારોમાં ભારે નુકસાન પહોંચાડ્યું છે, જેને પગલે ભારતીય વાયુસેનાએ ઝડપી કાર્યવાહી હાથ ધરી છે. વાયુસેનાએ જમ્મુ અને ઉધમપુર ખાતે બે એમાં૧૭ હેલિકોપ્ટર અને એક એડવાન્સ્ડ લાઇટ હેલિકોપ્ટરને રાહત અને બચાવ કામગીરી માટે તૈયાર રાખ્યા છે. આ હેલિકોપ્ટરો હવામાનની સ્થિતિ સુધરે ત્યારે તાત્કાલિક રાહત સામગ્રી, ખાદ્યપદાર્થો અને તબીબી સહાય પહોંચાડવા માટે કામે લાગશે.
વાયુસેનાના અધિકારીઓએ જણાવ્યું કે, તેઓ સ્થાનિક વહીવટ અને રાહત એજન્સીઓ સાથે સંકલનમાં કામ કરી રહ્યા છે. વાદળ ફાટવાથી અસરગ્રસ્ત વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા અને તેમને તાત્કાલિક સહાય પૂરી પાડવા માટે વાયુસેના સંપૂર્ણ રીતે તૈયાર છે.
(4:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
