<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th August 2025

અલાસ્કા સમિટ: રશિયા–યુક્રેન યુદ્ધના અંતની આશા, અભૂતપૂર્વ સલામતીવાળા વિમાનમાં થોડી જ વારમાં લાંબી ચાલનાર ટ્રમ્પ અને પુતિનની મુલાકાત પર વિશ્વની નજર: ટ્રમ્પે અલાસ્કા જતાં પહેલાં જણાવ્યું કે, "હું યુક્રેન માટે વાટાઘાટો કરવા નથી આવ્યો, પરંતુ તેમને વાટાઘાટોના ટેબલ પર લાવવા આવ્યો છું."

ઝેલેન્સ્કીએ આ મુલાકાતને યુરોપિયન સુરક્ષા અને યુક્રેન યુદ્ધની દિશા બદલી શકે તેવી ગણાવી કહ્યું કે આ બેઠક ન્યાયી શાંતિ તરફનો માર્ગ ખોલે અને રશિયા, યુક્રેન, અમેરિકા વચ્ચે નક્કર ચર્ચા થાય: ઝેલેન્સ્કીએ યુદ્ધવિરામ અને સુરક્ષાની ખાતરીની આશા વ્યક્ત કરી, અમેરિકા પર વિશ્વાસ દર્શાવ્યો

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન અલાસ્કાના એરબેઝ પર પુતીનના અભેદ્ય સુરક્ષા વાળા વિમાનમાં થોડી જ વારમાં મુલાકાત કરવાના છે, જેના પર યુક્રેન સહિત સમગ્ર વિશ્વ નજર રાખી રહ્યું છે. 

યુક્રેનના પ્રેસિડેન્ટ વોલોદીમીર ઝેલેન્સ્કીએ આ પાંચ થી છ કલાક લાંબી ચાલનારી મુલાકાતને યુરોપિયન સુરક્ષા અને યુક્રેન યુદ્ધની દિશા બદલી શકે તેવી ગણાવી છે. 

ઝેલેન્સ્કીએ કીવમાં સુરક્ષા અધિકારીઓ સાથે બેઠક યોજી, જેમાં રશિયન સેનાના પ્રયાસોનો સામનો અને કબજે કરેલા વિસ્તારોને મુક્ત કરવાની ચર્ચા થઈ. તેમણે યુદ્ધનો અંત લાવવા નક્કર પગલાંની જરૂરિયાત પર ભાર મૂકીને કહ્યું, "આ બેઠક ન્યાયી શાંતિ તરફનો માર્ગ ખોલે અને રશિયા, યુક્રેન, અમેરિકા વચ્ચે નક્કર ચર્ચા થાય." 

 ટ્રમ્પે અલાસ્કા જતાં પહેલાં જણાવ્યું કે, યુક્રેનને સુરક્ષા ગેરંટી આપી શકાય, પરંતુ નાટોના રૂપમાં નહીં. તેમણે શાંતિ કરાર હેઠળ જમીન આપવાનો નિર્ણય યુક્રેનિયનો પર છોડ્યો અને કહ્યું, "હું યુક્રેન માટે વાટાઘાટો કરવા નથી આવ્યો, પરંતુ તેમને વાટાઘાટોના ટેબલ પર લાવવા આવ્યો છું." ઝેલેન્સ્કીએ યુદ્ધવિરામ અને સુરક્ષાની ખાતરીની આશા વ્યક્ત કરી, અમેરિકા પર વિશ્વાસ દર્શાવ્યો.

 

(10:04 PM IST)