<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th August 2025

કોંગ્રેસે 4 રાજ્યો માટે નિરીક્ષકોની નિમણૂક કરી :ગુજરાત કોંગ્રેસના 12થી વધુ નેતાઓને નિરીક્ષકની જવાબદારી

પંજાબ, ઉત્તરાખંડ, ઝારખંડ, ઓડિશા માટે જિલ્લા પ્રમુખોની નિમણૂક માટે નિરીક્ષકોની નિમણૂક કરાઈ

નવી દિલ્હી : કોંગ્રેસ હવે દેશના રાજ્યોમાં પોતાના સંગઠનને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, કોંગ્રેસે 4 રાજ્યો માટે નિરીક્ષકોની નિમણૂક કરી છે  પંજાબ, ઉત્તરાખંડ, ઝારખંડ, ઓડિશા માટે નિરીક્ષકોની નિમણૂક કરાઈ છે જેમાં ગુજરાત કોંગ્રેસના ભરતસિંહ સોલંકી, શક્તિસિંહ ગોહિલ, જગદીશ ઠાકોર જેવા દિગ્ગ્જ 12થી વધુ નેતાઓની નિરીક્ષક તરીકે જવાબદારી સોંપી છે આ નિરીક્ષક તરીકે ગુજરાત કોંગ્રેસના અમીબેન યાજ્ઞિક, હિંમતસિંહ પટેલ અને બિમલ શાહને પણ જવબદારી સોંપાઈ છે, આ નિરીક્ષકો આ ચારેય રાજ્યોમાં નિરીક્ષક તરીકેની જવાબદારી સોંપાઈ છે આ ચારેય  રાજ્યોમાં જિલ્લા પ્રમુખોની નિમણૂક માટે નિરીક્ષકોની નિમણૂક કરાઈ છે સંગઠન નિર્માણ અભિયાન હેઠળ કોંગ્રેસે નિરીક્ષકોની નિમણૂક કરી છે  

(10:13 PM IST)