<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th August 2025

હેલિકોપ્ટર દુર્ઘટનામાં પાકિસ્તાની જાસુસી તંત્ર આઈએસઆઈના ડીજી સહિત ૩ ટોચના અધિકારીઓ માર્યા ગયા

પેશાવર: ખૈબર પખ્તુનખ્વાના મોહમંદ અને બાજૌર જિલ્લાની સરહદ પર તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (ટીટીપી)ના લડાકુઓએ  એક હેલિકોપ્ટરને તોડી પાડ્યું હોવાના અહેવાલ છે. આ હેલિકોપ્ટરમાં પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈના ત્રણ વરિષ્ઠ અધિકારીઓ સવાર હતા, જેઓ માર્યા ગયા  છે. ટીટીપીએ આ હુમલાની જવાબદારી સ્વીકારી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, પાકિસ્તાની સેનાનું હેલિકોપ્ટર મોહમંદ જિલ્લામાં એક ઓપરેશન દરમિયાન ક્રેશ થયું હતું. જોકે, ટીટીપીના પ્રવક્તાએ દાવો કર્યો છે કે તેમના લડવૈયાઓએ હેલિકોપ્ટરને નિશાન બનાવીને તોડી પાડ્યું હતું. 

આ ઘટનામાં માર્યા ગયેલા અધિકારીઓમાં આઈએસઆઈના ડીજી સહિત ત્રણ ઉચ્ચ અધિકારીઓનો સમાવેશ થાય છે. પાકિસ્તાની સેનાએ હજુ સુધી આ ઘટના અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી, પરંતુ સોશિયલ મીડિયા પર આ સમાચાર ઝડપથી ફેલાઈ રહ્યા છે.

આ ઘટના બાદ સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો છે અને સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે. ટીટીપી દ્વારા આ પ્રકારનો હુમલો પાકિસ્તાની સુરક્ષા દળો માટે એક મોટો પડકાર માનવામાં આવે છે

(11:18 PM IST)