News of Saturday, 16th August 2025
અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં જબ્બર વિસ્ફોટની ઘટનાના પગલે ખળભળાટ મચ્યો
૧૦૦થી વધુ ફાયરકર્મીઓ ઘટનાસ્થળે: પોલીસે ઘટનાસ્થળને કોર્ડન ઓફ કર્યું

ન્યૂયોર્ક : ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાના પ્રમુખ સાથે અલાસ્કામાં વાતચીતો કરી રહ્યા છે ત્યારે અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં જબ્બર વિસ્ફોટની ઘટના બની, જેના કારણે ખળભળાટ મચ્યો છે.
૧૦૦થી વધુ ફાયરકર્મીઓ ઘટનાસ્થળે પહોંચ્યા, ન્યૂયોર્ક પોલીસ અને ફાયર ડિપાર્ટમેન્ટ સક્રિય. ધમાકાના કારણો હજુ અસ્પષ્ટ, ગેસ લીક કે ટેકનિકલ ખામીની અટકળો, તપાસ ચાલુ.
ન્યૂયોર્ક ફાયર ડિપાર્ટમેન્ટ અને પોલીસે ઘટનાસ્થળને કોર્ડન ઓફ કર્યું, સત્તાવાર નિવેદનની રાહ. લોકોમાં ચિંતા અને અફવાઓ, કેટલાકે આતંકવાદી હુમલાની શક્યતા વ્યક્ત કરી.
રહેવાસીઓમાં ભય, ટ્રાફિક અને જાહેર પરિવહન પર અસરની શક્યતા. અફવાઓથી દૂર રહી, વિશ્વસનીય સ્ત્રોતો પરથી માહિતી મેળવવાની સૂચના.
(10:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
