<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 16th August 2025

થાણેમાં દહીં હાંડી ઉત્સવ દરમિયાન 10 થરનો માનવ પિરામિડ બનાવતી ગોવિંદા ટીમ

અગાઉ ૯ લેયરનો રેકોર્ડ તુટ્યોઃ રપ લાખનું ઇનામ

મુંબઈ: શનિવારે થાણેમાં આયોજિત દહીં હાંડી કાર્યક્રમમાં એક ગોવિંદા ટીમે માનવ પિરામિડના 10 થર લગાવ્યા હતા એવો દાવો આયોજકોએ કર્યો હતો. મહારાષ્ટ્રના પરિવહન પ્રધાન પ્રતાપ સરનાઈકે આ પરાક્રમની પ્રશંસા કરતા કહ્યું કે ઉત્સવ દરમિયાન માનવ થર બનાવવાનો આ એક ‘વિશ્વ વિક્રમ’ છે.

સરનાઈકે કોંકણ નગર રાજા ગોવિંદા ટીમ માટે પચીસ લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરી. આ કાર્યક્રમનું આયોજન પ્રતાપ સરનાઈક ફાઉન્ડેશન અને સંસ્કૃતિ યુવા પ્રતિષ્ઠાન દ્વારા તેમના પુત્ર પૂર્વેશ સરનાઈકના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું હતું. સરનાઈકે જણાવ્યું હતું કે, ‘ગોવિંદા ટીમે દસ થર લગાવ્યા છે. અમે શિવસેનાના વડા બાળાસાહેબ ઠાકરે અને આનંદ દિઘે સાથે સંકળાયેલી પરંપરાઓ ચાલુ રાખી રહ્યા છીએ.’

ભગવાન કૃષ્ણના જન્મદિવસ નિમિત્તે સમગ્ર મહારાષ્ટ્રમાં દહીં હાંડીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ દિવસે યુવાનો દોરડા વડે હવામાં લટકાવેલી દહીંની હાંડી તોડવા માટે માનવ પિરામિડ બનાવે છે. પૂર્વેશે કહ્યું હતું કે, ‘અગાઉ, અમારા મંચ પર નવ થરનો રેકોર્ડ સ્થાપિત થયો હતો. આજે, કોંકણ નગરના ગોવિંદાઓએ દસ થર હાંસલ કર્યા હતા.

આ વર્ષે, નવ થર બનાવનાર ગોવિંદા ટીમને 11 લાખનું ઇનામ અને આકર્ષક ટ્રોફીથી સન્માનિત કરાયેલ જયારે  વિશ્વ વિક્રમ તોડનાર ગોવિંદા ટીમ માટે પચીસ લાખનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. આ દહીં હાંડી ઉત્સવમાં 9 લેયર લગાવનાર ગોવિંદા ટીમને પાંચ લાખ અને આકર્ષક ટ્રોફી, 8 લેયર લગાવનાર ગોવિંદા ટીમને 25 હજાર અને આકર્ષક ટ્રોફી, 7 લેયર લગાવનાર ગોવિંદા ટીમને 15 હજાર અને ટ્રોફી, 6 લેયર લગાવનાર ગોવિંદા ટીમને 10 હજાર અને ટ્રોફી, પાંચ લેયર લગાવનાર ગોવિંદા ટીમને પાંચ હજાર અને ટ્રોફી આપવામાં આવશે. મુંબઈ અને થાણેની મહિલાઓની ગોવિંદા ટીમને પણ ખાસ સન્માન આપવામાં આવશે અને તેમના માટે ખાસ ઈનામ પણ રાખવામાં આવ્યું છે.

મુંબઈમાં કોંકણનગર ગોવિંદા ટીમે શરૂઆતમાં નવ સ્તરીય સફળ સલામી આપી હતી. આ પછી, તેમને દસ થર લગાવવાની તક આપવામાં આવી હતી. આ તક પછી, દસ થર લગાવતાની સાથે જ મેદાનમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો

(7:27 PM IST)