<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 16th August 2025

ભારત-અમેરિકાનું ૧.૩ અબજ ડોલરનું નિસાર સેટેલાઇતે સફળતાપૂર્વક સૌથી મોટું રડાર એન્ટેના રિફ્લેક્ટર ખોલ્યું

ભારત અને અમેરિકાના સંયુક્ત ૧.૩ અબજ ડોલરનું નિસાર ( નાસા–ઈસરો સિન્થેટિક એપરચર રડાર ) સેટેલાઇટે સફળતાપૂર્વક તેનું સૌથી મોટું રડાર એન્ટેના રિફ્લેક્ટર ખોલ્યું છે,

જે નાસા દ્વારા અત્યાર સુધીનું સૌથી મોટું રડાર એન્ટેના રિફ્લેક્ટર છે. આ ૧૨ મીટર પહોળું ડ્રમ આકારનું રિફ્લેક્ટર સેટેલાઈટ લોન્ચના ૧૭ દિવસ બાદ ૧૫ ઓગસ્ટે સ્પેસ ઓરબીટમાં ખુલ્યું. આ મિશન પૃથ્વીના પરિવર્તનોને ટ્રેક કરવા માટે મહત્વપૂર્ણ છે અને તેમાં ડ્યુઅલ-ફ્રીક્વન્સી રડારનો ઉપયોગ થશે.

ઈસરો અને નાસાના આ પ્રથમ સહયોગી સેટેલાઇટનું એન્ટેના ઓર્બિટમાં ડિપ્લોય થયું છે, જે વિજ્ઞાનીઓ માટે મોટી સિદ્ધિ છે.

(9:10 PM IST)