તા. ૪ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૮ શુક્રવાર
News of Sunday, 17th August 2025
જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં વાદળ ફાટવાની ઘટના

ચારનાં મોત, છ ઘાયલ, રેસ્ક્યુ ઓપરેશન ચાલુ જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લામાં શનિવાર-રવિવારની રાત્રે જોડ ઘાટી ગામમાં વાદળ ફાટવાની ઘટના બની, જેમાં ચાર લોકોનાં મોત થયાં અને છ અન્ય ઘાયલ થયા. આ ઘટનાથી ગામનો સંપર્ક વિહોણો થયો અને જમીન તથા મિલકતોને નુકસાન થયું.
ભારે વરસાદને કારણે ઉજ નદીનું જળસ્તર ખતરનાક સ્તરે પહોંચ્યું, જ્યારે બગડ અને ચંગડા ગામોમાં ભૂસ્ખલનની ઘટનાઓ નોંધાઈ. પોલીસ અને રાજ્ય ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ટીમોએ સ્થાનિક સ્વયંસેવકો સાથે મળીને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું છે, જેમાં ઘાયલોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
જમ્મુ-પઠાણકોટ નેશનલ હાઈવેને પણ નુકસાન થયું, જેના કારણે ટ્રાફિકમાં અવરોધ ઊભો થયો. જિલ્લા વહીવટી તંત્રે લોકોને નદીઓ અને નીચાણવાળા વિસ્તારોથી દૂર રહેવાની સલાહ આપી છે. લોકોમાં આ ઘટનાને લઈને ચિંતા સર્જાઈ છે, સ્થાનિક અધિકારીઓ રાહત કાર્યોનું નિરીક્ષણ કરી રહ્યા છે.
(10:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
