News of Sunday, 17th August 2025
આસામમાં ભારે વરસાદનું તાંડવ: ગૌહટ્ટીમાં પાણી ભરાવાને કારણે જનજીવન અસ્તવ્યસ્ત: આવતા ૨૪ કલાક માટે ભારે વરસાદની આગાહી

ગૌહટ્ટી: આસામના ગૌહટ્ટીમાં ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં જબરજસ્ત પાણી ભરાયું છે.
મુખ્ય રસ્તાઓ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાને લીધે ગાડીઓ અટવાઈ છે અને લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થયું છે.
વહીવટીતંત્ર દ્વારા પાણીનો નિકાલ કરવા માટે પ્રયાસો શરૂ કરાયા છે, પરંતુ નબળી ડ્રેનેજ વ્યવસ્થાને કારણે સમસ્યા વધી રહી છે.
આસામના હવામાન વિભાગે આગામી ૨૪ કલાકમાં વધુ વરસાદની ચેતવણી આપી છે, જેને લઈને લોકોને સાવચેત રહેવા જણાવાયું છે.
(11:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
