<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 17th August 2025

આવતીકાલે સોમવારે ઝેલેન્સ્કી-ટ્રમ્પ મુલાકાત: યુરોપના નેતાઓની ચિંતા, નાટો અને ફિનલેન્ડની મધ્યસ્થી, તેમના નેતાઓ સાથે આવશે: ઝેલેન્સ્કીને ટ્રમ્પ તરફથી “અણધાર્યો આઘાત” મળી શકે છે, તેવો સમર્થકોને ભય

યુરોપીય નેતાઓને ચિંતા છે કે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને ટ્રમ્પે આપેલી ઉષ્માભરી મહેમાનગતિ ઝેલેન્સ્કી માટે નહીં બતાવે નહીં બતાવે કે રેડ કાર્પેટ આવકાર નહીં આપે

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કી આવતીકાલે સોમવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ જે. ટ્રમ્પ સાથે વોશિંગ્ટનમાં એક ઉચ્ચસ્તરીય મુલાકાત માટે તૈયાર છે. આ મુલાકાતમાં તેમની સાથે ફિનલેન્ડના રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર સ્ટબ અથવા નાટોના સેક્રેટરી જનરલ માર્ક રૂટે હાજર રહેવાની શક્યતા છે,

કારણ કે યુરોપીય નેતાઓને ચિંતા છે કે ટ્રમ્પ ઝેલેન્સ્કી સાથે, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન જેવી ઉષ્માભરી મહેમાનગતિ નહીં બતાવે. ગત શુક્રવારે અલાસ્કામાં ટ્રમ્પ અને પુતિનની મુલાકાત બાદ યુરોપીય નેતાઓને ભય છે કે ઝેલેન્સ્કીને ટ્રમ્પ તરફથી “અણધાર્યો આઘાત” મળી શકે, ખાસ કરીને જો તેઓ અમુક શરતો સ્વીકારવામાં નિષ્ફળ જશે.

આ વર્ષે માર્ચમાં વ્હાઇટ હાઉસમાં ઝેલેન્સ્કી સાથે થયેલી અણગમતી ઘટનાને ધ્યાનમાં રાખીને, સ્ટબ અને રૂટે, જેઓ જાન્યુઆરીથી ટ્રમ્પ સાથે સારા સંબંધો ધરાવે છે, આ મુલાકાતમાં મધ્યસ્થી કરીને તણાવ ઘટાડવાનો અને યુક્રેન અંગેની ચર્ચામાં યુરોપને સામેલ રાખવાનો પ્રયાસ કરશે. આ મુલાકાત યુક્રેન-રશિયા સંઘર્ષના ભાવિ માટે નિર્ણાયક સાબિત થઈ શકે છે.

(3:53 PM IST)