<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 17th August 2025

વોટ ચોરી જેવા શબ્દોનો ઉપયોગ ખોટો :ચૂંટણી પંચ માટે ના તો પક્ષ છે અને ના તો વિપક્ષ':ચૂંટણી પંચની પત્રકાર પરિષદ

મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે કોઇ પણ ફરિયાદ માટે ચૂંટણી પંચના દરવાજા હંમેશા ખુલ્લા

નવી દિલ્હી : ચૂંટણી પંચ તરફથી એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી જેમાં બિહારમાં સ્પેશ્યલ ઇન્ટેસિવ રિવીઝન (SIR)ની પ્રોસેસ પર ઉઠાવવામાં આવેલા સવાલ અને 'વોટ ચોરી'ના આરોપો પર જવાબ આપ્યો છે. ચૂંટણી પંચે કહ્યું કે, અમારા માટે ના કોઇ પક્ષ છે અને ના તો વિપક્ષ છે. આ પ્રેસ કોન્ફરન્સમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે આરોપોને ફગાવી દીધા છે.

 

મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે કોઇ પણ ફરિયાદ માટે ચૂંટણી પંચના દરવાજા હંમેશા ખુલ્લા છે, તેમણે કહ્યું કે વોટ ચોરી જેવા શબ્દોનો ઉપયોગ ખોટો છે. આવી ઘટનામાં કોર્ટમાં અરજી દાખલ કરવી જોઇતી હતી, તેમણે કહ્યું કે વોટર્સની તસવીર, નામ અને ઓળખ સાર્વજનિક રીતે બતાવવામાં આવી જે ખોટું છે.

મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે બિહારથી SIRની શરૂઆત થઇ અને આ પ્રક્રિયામાં વોટર લિસ્ટને સુધારીને તમામ પક્ષને ફોર્મેટની યાદી આપવામાં આવી જેના પર તમામ પક્ષના પ્રતિનિધિઓએ હસ્તાક્ષર સાથે સ્વીકાર કર્યો હતો.

 

(4:00 PM IST)