હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
GST પર જાહેરાતની અસર, શેરબજારમાં તોફાની તેજીઃ ૧૧૦૦ પોઈન્ટ ઉછળ્યો સેન્સેક્સ
કેન્દ્ર સરકારે GSTમાં ફેરફાર અંગે કરેલી જાહેરાતની અસર સોમવારે શેરબજારમાં સ્પષ્ટપણે દેખાઈ હતી

નવી દિલ્હી, તા.૧૮ :કેન્દ્ર સરકારે GSTમાં ફેરફાર અંગે કરેલી જાહેરાતની અસર સોમવારે શેરબજારમાં સ્પષ્ટપણે દેખાઈ હતી અને સેન્સેક્સ-નિફ્ટીમાં તોફાન સાથે શરૂઆત થઈ હતી અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE સેન્સેક્સ) ના ૩૦ શેરવાળા સેન્સેક્સ ઇન્ડેક્સ ખુલતાની સાથે જ ૧૧૦૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો હતો. આ સાથે નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટીએ પણ મજબૂતી દર્શાવી હતી અને ખુલતાની સાથે જ ૩૫૦ પોઈન્ટથી વધુ વધીને ૨૫,૦૦૦ના આંકડે પહોંચી ગયો હતો. શરૂઆતના કારોબારમાં મારૂતિ, બજાજ ફાઇનાન્સ, મહિન્દ્રા અને મહિન્દ્રા જેવા બેંકિંગ શેરોમાં મજબૂત વૃદ્ધિ જોવા મળી હતી.
સોમવારે શેરબજારમાં ટ્રેડિંગ શરૂ થતાંની સાથે જ બંને ઈન્ડેક્સ રોકેટની જેમ દોડવા લાગ્યા હતા. BSEનો સેન્સેક્સ ૮૧,૩૧૫ પર ખુલ્યો, જે તેના અગાઉના ૮૦,૫૯૭.૬૬ ના બંધથી ઉપર હતો અને પછી અચાનક થોડીવારમાં ૧૧૦૦થી વધુ પોઈન્ટથી વધુ ઉછળ્યો અને ૮૧,૭૧૩.૩૦ના સ્તરે ટ્રેડ થતો જોવા મળ્યો. NSEનો નિફ્ટી-૫૦ પણ તેના અગાઉના બંધ ૨૪,૬૩૧.૩૦થી ઉછળીને ૨૪,૯૩૮.૨૦ પર ખુલ્યો અને થોડા જ સમયમાં સેન્સેક્સ સાથે હાથ મિલાવીને તે ૩૫૦ થી વધુ પોઈન્ટના વધારા સાથે ૨૫,૦૦૦.૮૦ ના સ્તરે પહોંચી ગયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૫ ઓગસ્ટે GSTમાં મોટા ફેરફારોની જાહેરાત કર્યા પછી તેની અસર શેરબજાર પર જોવા મળે તેવી અપેક્ષા હતી અને સોમવારે બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ-નિફ્ટી ઉછળ્યો હતો. અગાઉ, વૈશ્વિક સંકેતો પણ બજારની તેજીની તરફેણમાં હતા અને ગિફ્ટ નિફ્ટીની સાથે તમામ એશિયન બજારો ગ્રીન ઝોનમાં ટ્રેડ કરી રહ્યા હતા. ગિફ્ટ નિફ્ટી ૩૩૩ સુધી ટ્રેડ કરી રહ્યો હતો.
શેરબજારમાં તેજી વચ્ચે મારૂતિ શેર (૭.૨૭ ટકા), બજાજ ફાઇનાન્સ શેર (૬ ટકા), બજાજ ફિનસર્વ શેર (૪.૬૬ ટકા), એમ એન્ડ એમ શેર (૪.૫૮ ટકા), ટ્રેન્ટ શેર (૩.૮૨ ટકા), એચયુએલ શેર (૩.૩૬ ટકા), ટાટા મોટર્સ શેર (૨.૪૦ ટકા) સહિતની લાર્જ કેપ કંપનીઓમાં ઉછાળો જોવા મળ્યો હતો.
આ ઉપરાંત બેક્નિંગ શેરો પણ ખુલતાની સાથે જ દોડવા લાગ્યા. એક્સિસ બેક્ન શેર (૧.૮૦ ટકા), કોટક બેક્ન (૧.૭૫ ટકા), આઇસીઆઇસીઆઇ બેંક (૧.૭૦ ટકા), એચડીએફસી બેંક (૧.૫૦ ટકા) ઉછાળા સાથે ટ્રેડ કરી રહ્યા હતા. ટાટા સ્ટીલ, અદાણી પોર્ટ્સે પણ લગભગ ૧ ટકાનો ઉછાળો નોંધાવ્યો હતો.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
