તા. ૨૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૮ શુક્રવાર
News of Monday, 18th August 2025
વડાલામાં બેસ્ટની બસે 38 વર્ષની મહિલા અને 8 વર્ષના પુત્રનાં મોત અડફેટ લેતા કમકમાટી ભર્યુ મોત
મૃત્યુ પામેલા માતા-પુત્રની ઓળખ લિઓબા સેલ્વરાજ અને આઠ વર્ષના એન્થોની સેલ્વરાજ તરીકે થઇ હતીઃ બેસ્ટની લીઝ પર લીધેલી રૂટ નંબર એ-174 પરની બસ બપોરે વીર કોતવાલ ઉદ્યાનથી ભારાની નાકા તરફ જઇ રહી હતી. ત્યારે વડાલા ચર્ચ બસસ્ટોપ નજીક પગપાળા જનારી લિઓબા સેલ્વરાજ અને તેના પુત્રને બસે અડફેટમાં લીધાં હતાં

મુંબઈ: વડાલા વિસ્તારમાં બેસ્ટની બસે અડફેટમાં લેતાં 38 વર્ષની મહિલા અને તેના આઠ વર્ષના પુત્રનાં મોત થયાં હતાં.
પોલીસના જણાવ્યા અનુસાર વડાલા ચર્ચ બસસ્ટોપ નજીક સોમવારે બપોરના 3.10 વાગ્યાની આસપાસ આ અકસ્માત થયો હતો, જેમાં મૃત્યુ પામેલા માતા-પુત્રની ઓળખ લિઓબા સેલ્વરાજ અને આઠ વર્ષના એન્થોની સેલ્વરાજ તરીકે થઇ હતી.
બેસ્ટની લીઝ પર લીધેલી રૂટ નંબર એ-174 પરની બસ બપોરે વીર કોતવાલ ઉદ્યાનથી ભારાની નાકા તરફ જઇ રહી હતી. ત્યારે વડાલા ચર્ચ બસસ્ટોપ નજીક પગપાળા જનારી લિઓબા સેલ્વરાજ અને તેના પુત્રને બસે અડફેટમાં લીધાં હતાં.
અકસ્માતમાં લિઓબાને ગંભીર ઇજા પહોંચી હતી, જ્યારે તેના પુત્ર એન્થોનીના માથા પરથી બસનું ટાયર ફરી વળતાં તે પણ ગંભીર રીતે ઘવાયો હતો.
(11:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
