News of Tuesday, 19th August 2025
મુંબઈમાં ભારે વરસાદને કારણે ઈન્ડિગોએ ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી:અનેક ફ્લાઈટ્સ મોડી
મુંબઈમાં ભારે વરસાદને કારણે એરપોર્ટ તરફ જતા ઘણા રૂટ પર પાણી ભરાઈ ગયા

મુંબઈમાં ભારે વરસાદને કારણે ઈન્ડિગોએ ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી. ઈન્ડિગોએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ X પર જણાવ્યું હતું કે, મુંબઈમાં ભારે વરસાદને કારણે એરપોર્ટ તરફ જતા ઘણા રૂટ પર પાણી ભરાઈ ગયા છે અને ટ્રાફિક ખોરવાઈ રહ્યો છે. આનાથી ઓપરેશનલ મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે અને ફ્લાઈટ્સ મોડી પડી રહી છે. અસુવિધા બદલ અમને દિલગીર છે
મુંબઈમાં સતત વરસી રહેલા વરસાદને કારણે મુંબઈની લાઈફલાઈન સમાન લોકલ ટ્રેન વ્યવહારને અસર પહોંચી છે. ટ્રેક પર પાણી ભરાઈ ગયા છે અને વિઝિબિલિટી ઓછી થઈ છે. અહેવાલ મુજબ સેન્ટ્રલ લાઈન પર ઘાટકોપર અને દાદર વચ્ચે ભારે પાણી ભરાઈ ગયા છે, જ્યારે માટુંગા સ્ટેશન પાસે ટ્રેક સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઇ ગયો છે. જેને કારણે સેન્ટ્રલ લાઈન પર ટ્રેનો શેડ્યુલ કરતા 25 થી 30 મિનિટ મોડી દોડી રહી છે.
હાર્બર લાઇન પર લોકલ ટ્રેનો શેડ્યુલથી 15 થી 20 મિનિટ મોડી દોડી રહી છે,
(1:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
