<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th August 2025

ફક્‍તસ્ત્રીના રડવાથી દહેજ-ઉત્‍પીડન સાબિત નથી થતું

દહેજ માટે માનસિક ત્રાસના આરોપો સામે દિલ્‍હી હાઈ કોર્ટનો સ્‍પષ્ટ જવાબ

નવી દિલ્‍હી, તા.૧૯: દિલ્‍હી હાઈ કોર્ટે કથિત દહેજ-ઉત્‍પીડન અને દહેજ-હત્‍યા સંબંધિત સંવેદનશીલ કેસમાં ટિપ્‍પણી કરતાં કહ્યું હતું કે માત્ર મહિલા રડતી હોવાને લીધે એ સાબિત નથી થતું કે તેને દહેજ માટે હેરાન કરવામાં આવી હતી. જસ્‍ટિસ નીના બંસલ કળષ્‍ણાની બેન્‍ચે સુનાવણીમાં સ્‍પષ્ટ કર્યું હતું કે ‘ફક્‍ત ફરિયાદીનાં આંસુઓ અથવા તેના રડવાની જુબાનીના આધારે પતિ અને સાસરિયાંઓને દોષિત ઠેરવી શકાય નહીં.'

આ કેસ એક પરિણીત મહિલાના મળત્‍યુ સાથે સંબંધિત હતો. મહિલાના પિતાએ હાઈ કોર્ટમાં અરજી દાખલ કરીને આરોપ લગાવ્‍યો હતો કે તેમની પુત્રીનાં લગ્ન પછી તેના પતિ અને સાસરિયાંઓએ વધારાનું દહેજ માગ્‍યું હતું. જ્‍યારે આ માગણી પૂર્ણ ન થઈ ત્‍યારે પુત્રીને સતત અપમાનિત કરવામાં આવી હતી અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. અરજીમાં કહેવામાં આવ્‍યું હતું કે આ ઉત્‍પીડન તેના મળત્‍યુનું કારણ બને છે એટલે એને દહેજ-હત્‍યા અને ક્રૂરતાનો કેસ ગણવો જોઈએ. મળત્‍યુ પામનાર મહિલાએ હોળીના દિવસે તેની બહેન સાથે ફોન પર વાત કરી ત્‍યારે તે રડતી હતી.

જોકે કોર્ટે કહ્યું હતું કે માત્ર રડવાથી એ સાબિત થતું નથી કે તેને દહેજ માટે પરેશાન કરવામાં આવી હતી. પોસ્‍ટમૉર્ટમમાં સ્‍પષ્ટ છે કે તેના મળત્‍યુનું કારણ કુદરતી હતું, તેને સામાન્‍ય બીમારીઓ હતી. 

(3:28 PM IST)