<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th August 2025

સેકન્‍ડ હેન્‍ડ સામાન ખરીદવામાં ભારતીયો બીજા ક્રમે

સેકન્‍ડ હેન્‍ડ સામાનનું બજાર વિશ્વમાં ઝડપથી વધી રહ્યું છે, ભારત પછી અમેરિકા, ફિનલેન્‍ડ અને યુકેનો નંબર આવે છે યુએસ રિસર્ચ ફર્મ MMR અનુસાર, ૨૦૩૨ માં તે $૧૪૫૧.૩૪ બિલિયન સુધી પહોંચવાનો અંદાજ છે

નવી દિલ્‍હી, તા.૧૯: વિશ્વમાં સેકન્‍ડ હેન્‍ડ સામાનનું બજાર ઝડપથી વધી રહ્યું છે. વર્ષ ૨૦૨૪ માં, તે ૫૨૩.૨૯ બિલિયન હતું અને ૨૦૩૨ સુધીમાં તે ૧૪૫૧.૩૪ બિલિયન સુધી પહોંચવાનો અંદાજ છે. આ સમયગાળા દરમિયાન, તે વાર્ષિક ૧૩.૬% ના દરે વધવાની ધારણા છે. સેકન્‍ડ હેન્‍ડ સામાન ખરીદવામાં ઓસ્‍ટ્રેલિયનો મોખરે છે. એક સર્વે મુજબ, આ દેશના ૬૨% લોકોએ કહ્યું કે તેઓએ છેલ્લા ૧૨ મહિના દરમિયાન સેકન્‍ડ હેન્‍ડ સામાન ખરીદ્યો છે. આ કિસ્‍સામાં ભારત બીજા ક્રમે છે. આપણા દેશમાં, ૬૦% લોકોએ કહ્યું છે કે તેઓ સેકન્‍ડ હેન્‍ડ સામાન ખરીદે છે.

સ્‍ટેટિસ્‍ટા મુજબ, ભારત પછી અમેરિકા, ફિનલેન્‍ડ અને યુકેનો નંબર આવે છે. આ દેશોમાં, ૫૯% લોકોએ સેકન્‍ડ હેન્‍ડ પ્રોડક્‍ટ્‍સ ખરીદવાનું સ્‍વીકાર્યું છે. ફ્રાન્‍સમાં આ આંકડો ૫૮%, પોલેન્‍ડમાં ૫૬%, જર્મની અને નેધરલેન્‍ડ્‍સમાં ૫૫%, ચીન અને સ્‍વીડનમાં ૫૪%, કેનેડામાં ૫૩%, મેક્‍સિકોમાં ૫૨%, દક્ષિણ આફ્રિકામાં ૫૦%, ઑસ્‍ટ્રિયામાં ૪૮%, બ્રાઝિલમાં ૫૬%, સ્‍પેનમાં ૪૫%, ઇટાલીમાં ૪૦% અને દક્ષિણ કોરિયામાં ૩૬% છે.

અમેરિકન રિસર્ચ ફર્મ પ્‍પ્‍ય્‍ અનુસાર, ઉત્તર અમેરિકાનું સેકન્‍ડ હેન્‍ડ માર્કેટ વિશ્વમાં સૌથી મોટું છે. આ પછી યુરોપ, એશિયા પેસિફિક, દક્ષિણ અમેરિકા અને મધ્‍ય પૂર્વ અને આફ્રિકા આવે છે. eBay જેવી ઘણી કંપનીઓ સેકન્‍ડ હેન્‍ડ સામાન ઓનલાઈન વેચે છે. ફર્નિચર, કપડાં, ઇલેક્‍ટ્રોનિક્‍સ અને રમતગમતના સામાનનો સેકન્‍ડ હેન્‍ડ સામાનમાં સૌથી વધુ હિસ્‍સો છે. (રર.૧૭)

(3:28 PM IST)