News of Tuesday, 19th August 2025
રાધાકૃષ્ણન સહજ સ્વભાવના નેતા : રાજનીતિને રમતની જેમ લેતા નથી
NDAની સંસદીય પક્ષની બેઠકમાં વડાપ્રધાન મોદીએ સંબોધન કર્યુ : સિંધુ જળ સંધિ મુદ્દે વિપક્ષ પર પ્રહાર ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર રાધાકૃષ્ણનનો પરિચય આપ્યો અને તેમને સન્માનિત કર્યા : સાંસદો સાથે કરી મુલાકાત

નવી દિલ્હી, તા.૧૯: NDA બેઠક દરમિયાન, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર સીપી રાધાકળષ્ણનનો પરિચય બધા નેતાઓ સાથે કરાવ્યો. વડા પ્રધાને રાધાકળષ્ણનની પ્રશંસા કરી અને કહ્યું કે તેઓ એક સહજ નેતા છે. તેમણે કહ્યું કે રાધાકળષ્ણન OBC સમાજમાંથી આવતા ખૂબ જ સરળ વ્યક્તિ છે. તેઓ રાજકારણમાં રમતા નથી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આ નિવેદનને જગદીપ ધનખર સાથે જોડવામાં આવી રહ્યું છે. ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિએ અચાનક પોતાના પદ પરથી રાજીનામું આપ્યું. એવું માનવામાં આવતું હતું કે ભાજપ સાથેના મતભેદોને કારણે તેમણે આ પગલું ભર્યું હતું.
જ્યારે ઈન્ડિયા એલાયન્સ હજુ પણ વિચારપ્રવિમર્શ કરી રહ્યું છે ત્યારે NDAએ પોતાના ઉમેદવારની જાહેરાત કરી છે. કેન્દ્રીય પ્રધાન કિરેન રિજિજુએ કહ્યું કે NDA બેઠકમાં રાધાકળષ્ણનના નામ પર સર્વસંમતિ બની છે. હવે રાધાકળષ્ણન બુધવારે પોતાનું નામાંકન દાખલ કરી શકે છે. NDA પાસે લોકસભા અને રાજ્યસભામાં સંપૂર્ણ બહુમતી છે. આવી સ્થિતિમાં, એવું માનવામાં આવે છે કે રાધાકળષ્ણન જીતશે. રાજનાથ સિંહે પણ રાધાકળષ્ણન વિશે વિપક્ષ સાથે વાત કરી છે. જોકે, સંકેતો છે કે ઈન્ડિયા એલાયન્સ પોતાનો ઉમેદવાર ઉતારશે.
સંસદ ભવનના સભાગળહમાં યોજાયેલી NDA સાંસદોની બેઠકમાં PM મોદીએ તમામ વિપક્ષી પક્ષોને શ્રી રાધાકળષ્ણન માટે સમર્થન મેળવવા અને તેમને સર્વાનુમતે ચૂંટવા અપીલ કરી હતી. આ બેઠકમાં NDAના તમામ ઘટક પક્ષોના સાંસદોને બોલાવવામાં આવ્યા હતા. NDAએ ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી માટે પોતાની રણનીતિને અંતિમ સ્વરૂપ આપી દીધું છે. આ સંદર્ભમાં, સોમવારે મોડી સાંજે કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીના નિવાસસ્થાને એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી અને નિર્ણય લેવામાં આવ્યો હતો કે રાધાકળષ્ણન બુધવારે સવારે ૧૧ વાગ્યે પોતાનું નામાંકન દાખલ કરશે.
(3:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
