<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th August 2025

લોકસભામાં ઓનલાઈન ગેમિંગ બિલ 2025’ પાસ: હવે ‘ઓનલાઈન મની ગેમ્સ’ પર સંપૂર્ણપણે પ્રતિબંધ

બિલ ઓનલાઈન મની ગેમિંગ પ્લેટફોર્મ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકે છે અને અધિકારીઓને વોરંટ વિના શોધ તેમજ ધરપકડ કરવાની સત્તા આપે છે.

નવી દિલ્હી :  લોકસભાએ ‘ઓનલાઈન ગેમિંગ બિલ 2025’ પાસ કરી દીધું છે. હવે ઓનલાઈન મની ગેમ્સ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવશે. બુધવારે લોકસભાએ ઓનલાઈન ગેમિંગ પ્રમોશન અને રેગ્યુલેશન બિલ, 2025 ને મંજૂરી આપી.

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે મંગળવારે કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા મંજૂર કરાયેલ આ બિલ સંસદમાં રજૂ કર્યું. મીડિયા રિપોર્ટસથી જાણવા મળ્યું છે કે, આ બિલ ઓનલાઈન મની ગેમિંગ પ્લેટફોર્મ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકે છે અને અધિકારીઓને વોરંટ વિના શોધ તેમજ ધરપકડ કરવાની સત્તા આપે છે.

(6:37 PM IST)