તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૪ મંગળવાર
દિલ્હી એરપોર્ટ ૧૦ કરોડથી વધુ પેસેન્જરની ક્ષમતા ધરાવતા વિશ્વના ૬ એરપોર્ટમાં સામેલ
ટોક્યો હાનેડા એરપોર્ટ એશિયાનું પ્રથમ એરપોર્ટઃ ભારતમાં હાલ ૧૬૨ એરપોર્ટ ઓપરેશનલ

નવી દિલ્હી તા.૨૧: દિલ્હીનું ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ હવે વિશ્વના ૧૦ કરોડથી વધુ પેસેન્જરોની ક્ષમતાવાળા વિશ્વના છ એરપોર્ટમાં સામેલ થયું છે. દિલ્હી એરપોર્ટની વાર્ષિક પેસેન્જર કેપેસીટી ૧૦.૦૯ કરોડ છે. એરપોર્ટ ડેટા અનુસાર સમગ્ર વિશ્વમાં ૬ એરપોર્ટ એવા છે જેની વાર્ષિક પેસેન્જર કેપેસીટી ૧૦ કરોડથી વધારે છે. આ એરપોર્ટમાં એશિયાના માત્ર બે એરપોર્ટ છે.
આ એરપોર્ટની યાદીના જાપાનની રાજધાની ટોકિયોનું ટોક્યો હાનેડા એરપોર્ટ એશિયાનું પ્રથમ એરપોર્ટ છે. જેની બાદ દિલ્હીનું ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ આવે છે. તેમજ હાલ દિલ્હી એરપોર્ટની ક્ષમતાના વિસ્તાર માટે ટર્મિનલ ૨ ના પુનઃ નિર્માણ અને આધુનિકીકરણની યોજના પર વિચાર કરવામાં આવી રહ્યો છે.
દિલ્હી એરપોર્ટ દેશનું સૌથી વ્યસ્ત એરપોર્ટ છે. એક સત્તાવાર અહેવાલ અનુસાર ભારતમાં હાલ ૧૬૨ એરપોર્ટ ઓપરેશનલ છે. જેમાં હેલીપોર્ટ અને વોટર એરોડ્રામનો પણ સમાવેશ થાય છે. જેમાં વર્ષ ૨૦૧૪ સુધી આ સંખ્યા ૭૪ની છે.
સંસદમાં આપવામાં આવેલા આંકડા મુજબ નાણાકીય વર્ષ ૨૦૨૪ -૨૫માં કુલ ૧૪.૨ કરોડ પેસેન્જરોએ ભારતના એરપોર્ટ પરથી મુસાફરી કરી હતી. જેમાં ૩૩. ૫ કરોડ ભારતીય અને ૭. ૭ કરોડ વિદેશી પેસેન્જરોનો સમાવેશ થાય છે.
વિશ્વના આ ૬ એરપોર્ટ પર ૧૦ કરોડથી વધુ પેસેન્જરો ક્ષમતા
હાર્ટ્સફિલ્ડ- જેક્સન એટલાન્ટા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ યુએસએ ૧૨.૫૫ કરોડ
દુબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ યુએઈ ૧૨. ૦૩ કરોડ
૩ ટોક્યો હાનેડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જાપાન ૧૧.૦૩ કરોડ
ડલ્લાસ ફોર્ટ વર્થ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ યુએસએ ૧૦.૨૯કરોડ.(૩૮.૮)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
