<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st August 2025

વિજ્ઞાન ભૈરવ તંત્ર- ૧૧૨ ધ્‍યાનની વિધીઓ૯૩

જીવનના ઉથલ-પાથલથી શાંત રહેવાની શકિતશાળી ધ્‍યાન વિધીઓ

     આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૩૯ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

સ્‍થળઃ

ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ

મો.૯૪ર૭ર પ૪ર૭૬

વિધિ- ૯૩:‘‘પોતાના વર્તમાન રૂપનું કોઇપણ અંગ અસીમિત રૂપે વિસ્‍તૃત જાણો.''

એક બિજા બારણેથી આ એ જ વિધિ  છે. મૌલિક સાર તો એ જ છે કે સીમાઓને છોડી દો. મન સીમાઓ ઊભી કરે છે. જો તમે વિચારો નહી તો તમે અસીમમાં ગતિ કરી જાઓ છો. અથવા બીજા દ્વારથી તમે અસીમ સાથે પ્રયોગ કરી શકો છો તો મનથી પાર થઇ જશો. મન અસીમ સાથે અવ્‍યાખ્‍ય, અનાદિ,અનંત સાથે રહી શકતું નથી એટલા માટે જો તમે સીમા-રહિતની સાથે કોઇ પ્રયોગ કરો તો મન હટી જશે. આ વિધિ કહે છે. ‘‘પોતાના વર્તમાન રૂપના કોઇપણ અંગને અસીમિતરૂપે વિસ્‍તૃત જાણો''  કોઇપણ અંગ, તમે બસ પોતાની આંખો બંધ કરી લઇ શકો છો અને વિચારી શકો છો કે તમારું મસ્‍તક અસીમ થઇ ગયું છે. હવે એની કોઇ સીમાઓ ના રહી. તે વધતું જઇ રહ્યું છે. અને તેની કોઇ સીમાઓ ના રહી તમારું મસ્‍તક આખું બ્રહ્માંડ થઇ ગયું છે, સીમા-હીન. જો તમે એવી કલ્‍પના કરી શકો તો એકદમ વિચાર અટકી જશે. જો તમે તમારા મસ્‍તાની અસીમ રૂપમાં કલ્‍પના કરી શકો તો વિચાર નહિ રહે. વિચાર ફકત એક સાંકડા મનમાં થઇ શકે છે. મન જેટલુ સંકીર્ણ હોય એટલું જ વિચાર કરવા માટે બહેતર છે. જેટલું મન વિશાળ એટલા ઓછા વિચાર હોય છે. જયારે મન પૂર્ણ આકાશ બની જાય છે તો વિચાર બિલકુલ નથી રહેતા 

સંકલન-તથા ભાષાંતર

સ્‍વામી સત્‍યપ્રકાશજી

મો.૯૪ર૭ર પ૪ર૭૬

(11:04 AM IST)