<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 22nd August 2025

મહિલાએ તેના પ્રેમી સાથે મળીને તેના પતિની હત્‍યા કરી

પહેલા પતિને ઊંઘની ગોળીઓ આપી પછી તેના બોયફ્રેન્‍ડ સાથે મળીને તેની હત્‍યા કરી...રહસ્‍ય ખુલતાં જ કબરમાંથી લાશ બહાર કાઢવામાં આવી પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી છે અને કેસની તપાસ શરૂ કરી છે

સિલચર, તા.૨૨: આસામના કચર જિલ્લામાં એક સનસનાટીભરી ઘટના પ્રકાશમાં આવી છે. અહીં ૨૮ વર્ષીય મહિલાએ તેના પ્રેમી સાથે મળીને તેના પતિની હત્‍યા કરી હતી. પોલીસનું કહેવું છે કે મહિલાએ તેના પતિને ખોરાકમાં વધુ પડતી ઊંઘની ગોળીઓ આપી હતી, જેના કારણે તેનું મળત્‍યુ થયું હતું. હાલમાં, મળતકના ભાઈની ફરિયાદ પર, પોલીસે આ મામલે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. પોલીસે મળતદેહને કબરમાંથી બહાર કાઢીને પોસ્‍ટમોર્ટમ માટે મોકલી આપ્‍યો છે.

મળતી માહિતી મુજબ, મળતકની ઓળખ ૩૮ વર્ષીય ઇમરાન હુસૈન બરભુઇયા તરીકે થઈ છે, જેમણે તાજેતરમાં ગ્રામ પંચાયતની ચૂંટણી જીતી હતી અને રાજનગર-ખુલીછરા પંચાયતના પ્રમુખ બન્‍યા હતા. તેમનું અવસાન ૧૧ ઓગસ્‍ટના રોજ થયું હતું અને પરિવારે કહ્યું હતું કે તેને હૃદયરોગનો હુમલો આવ્‍યો હતો. બીજા દિવસે, ૧૨ ઓગસ્‍ટના રોજ, મળતદેહને દફનાવવામાં આવ્‍યો હતો.

મૃતકના ભાઈ નજીબ બરભુઇયાને કંઈક શંકા હતી. તેમણે ૨૦ ઓગસ્‍ટના રોજ ધોલાઈ પોલીસ સ્‍ટેશનમાં કેસ નોંધાવ્‍યો હતો. આ પછી, પોલીસે આજે ૨૨ ઓગસ્‍ટના રોજ મળતદેહને બહાર કાઢયો અને પોસ્‍ટમોર્ટમ માટે મોકલી આપ્‍યો.

ધોલાઈ પોલીસ સ્‍ટેશનના ઇન્‍ચાર્જ કુલેન્‍દ્ર હુઝુરીએ જણાવ્‍યું હતું કે મળતદેહને પોસ્‍ટમોર્ટમ માટે સિલચર મેડિકલ કોલેજ હોસ્‍પિટલમાં મોકલવામાં આવ્‍યો છે. આ કેસની તપાસ સિલચર પોલીસને સોંપવામાં આવી છે. તે જ સમયે, પોલીસે મળતકની પત્‍ની ૨૮ વર્ષીય રીના બેગમ અને ૩૩ વર્ષીય બશીરુઝમાન લશ્‍કર ઉર્ફે બીજુની ધરપકડ કરી છે. બીજુ મળતક ઇમરાનનો ડ્રાઇવર હતો.

મળતકના ભાઈ નજીબનો આરોપ છે કે રીના અને બીજુ વચ્‍ચે લાંબા સમયથી ગેરકાયદેસર સંબંધ હતા. હત્‍યાની રાત્રે, ૧૧ ઓગસ્‍ટના રોજ, બીજુએ ઊંઘની ગોળીઓ આપી હતી, જે રીનાએ ઇમરાનના ખોરાકમાં ભેળવી દીધી હતી. ઇમરાનનું ઘરે મળત્‍યુ થયું હતું.

નજીબ કહે છે કે રીનાએ તે સમયે કહ્યું હતું કે તેનું મળત્‍યુ હાર્ટ એટેકથી થયું છે, પરંતુ ચાર દિવસ પછી તેણે મિલકતમાં હિસ્‍સો માંગ્‍યો હતો, જેનાથી શંકા વધુ ઘેરી બની હતી.

જ્‍યારે નજીબ અને તેના મિત્રોએ ગુપ્ત રીતે આ બાબતની તપાસ કરી, ત્‍યારે જાણવા મળ્‍યું કે રીના અને બીજુએ વોટ્‍સએપ પર વાત કરી હતી, જેની ચેટ જાહેર થઈ હતી. એક ચેટમાં, રીનાએ લખ્‍યું હતું કે અત્‍યાર સુધીમાં લાશ કબરમાં સડી ગઈ હશે, ચિંતા કરશો નહીં. આ સંદેશાઓથી હત્‍યાનું કાવતરું અને વિદેશ ભાગી જવાની યોજનાનો ખુલાસો થયો. પોલીસે તેની કડક પૂછપરછ કરી ત્‍યારે, બીજુએ આખી વાત કહી.

ઘટના પછી, આસપાસના લોકો ગુસ્‍સે થઈ ગયા. ગામલોકોએ મળતકના સાસરિયા પક્ષના ત્રણ સભ્‍યો, જેમાં બીજુનો પણ સમાવેશ થાય છે, ને માર માર્યો અને તેમની કારમાં તોડફોડ પણ કરી. પોલીસે ઘટનાસ્‍થળે પહોંચીને તેમને બચાવ્‍યા અને કસ્‍ટડીમાં લીધા.

સોમવારે લગભગ ૫૦૦ ગ્રામજનો ધોલાઈ પોલીસ સ્‍ટેશન પહોંચ્‍યા અને રસ્‍તો બ્‍લોક કરી દીધો. તેમણે કહ્યું કે લાશ બહાર કાઢીને પોસ્‍ટમોર્ટમ કરાવવું જોઈએ અને કડક કાર્યવાહી કરવી જોઈએ. પોલીસના આશ્વાસન બાદ જ ગ્રામજનો શાંત થયા.

નજીબ કહે છે કે હત્‍યા પાછળનું મુખ્‍ય કારણ ૬૦ લાખ રૂપિયા રોકડા હતા, જે ઈમરાને જમીન ખરીદવા માટે ઘરમાં રાખ્‍યા હતા. રીનાએ આ માહિતી બીજુને આપી અને પછી કાવતરું ઘડવામાં આવ્‍યું.

ગ્રામજનોએ એવો પણ દાવો કર્યો હતો કે ઈમરાનને તેની પત્‍ની અને ડ્રાઈવર વચ્‍ચેના સંબંધો પર શંકા હતી. એક સમયે તેણે બીજુને નોકરીમાંથી કાઢી મૂકયો હતો, પરંતુ બીજુની વળદ્ધ માતાના કહેવાથી તેને ફરીથી નોકરી પર રાખ્‍યો હતો. હાલમાં પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.(૨૩.૩૧)

(3:58 PM IST)