News of Friday, 22nd August 2025
ગુજરાતના પૂર્વ શિક્ષણમંત્રી જયસિંહજી માનસિંહજી ચૌહાણ અકિલાના અતિથિ

રાજકોટ : ગુજરાતના પૂર્વ સાંસદ અને પૂર્વ શિક્ષણમંત્રી જયસિંહજી માનસિંહજી ચૌહાણ આજે અકિલાના આંગણે મહેમાન બન્યા હતા. અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે તેમણે જુદાજુદા રાજકીય, સામાજીક મુદ્દે ચર્ચા કરી હતી. જયસિંહજી માનસિંહજી ચૌહાણ ગુજરાતના શિક્ષણમંત્રી તરીકે પાંચ વર્ષ સુધી સેવા આપી ચુક્યા છે. તેઓ ગુજરાત પ્રદેશ ભાજપના આઠ પ્રમુખો સાથે પાંચ વખત ભાજપના ઉપાધ્યક્ષ તરીકે રહી ચુકયા છે. ગુજરાતના પૂર્વ સાંસદ જયસિંહજી માનસિંહજી ચૌહાણ ૧૯૯૬ થી ૧૯૯૮ અને ૧૯૯૮ થી ૧૯૯૯ સુધી કપડવજ બેઠક ઉપરથી લોકસભાના સાંસદ તરીકે ચૂંટાયા હતા. તેઓ ૧૯૯૮ થી ૧૯૯૯ દરમિયાન પ્રદેશ બક્ષીપંચ ભાજપ મોરચાના બે ટર્મ સુધી પ્રમુખ તરીકે રહ્યા હતા. આ ઉપરાંત હાલમાં તાલોદ ઠાકોર સમાજના પ્રમુખ તરીકે કાર્યરત છે. તેઓ સાબરકાંઠાના ભાજપ જિલ્લા મંત્રી તરીકે ૧૯૮૬થી ૧૯૯૦ સુધી કાર્યરત રહ્યા હતા. આ ઉપરાંત સાબરકાંઠા જિલ્લા પંચાયતના મેમ્બર તથા ભાજપ સાબરકાંઠા કારોબારી મેમ્બર તરીકે ફરજ બનાવી ચુકયા છે. હાલમાં તેઓ નિવૃત આચાર્ય છે અને ભાજપ સાથે રહીને લોકો અને સમાજની સેવા કરી રહ્યા છે. આજે અકિલા કાર્યાલય ખાતે તેઓની સાથે સી.કે. ઉનડકટ અને અકિલા પરિવારના વિજય વસાણી હાજર રહ્યા હતા. જે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)
(4:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
