News of Friday, 22nd August 2025
પત્નીએ પતિનો પ્રાઈવેટ પાર્ટ કાપી નાખતા ગંભીર રીતે ઘાયલ
શારીરિક સંબંધ બાંધવાની કોશિશ કરતા હુમલો કર્યોઃયુવકને પરિવારના લોકો નજીકની હોસ્પિટલમાં લઈ ગયા

બિઝનૌર, તા.૨૨:ઉત્તર પ્રદેશના બિઝનૌરમાં પત્નીએ પતિના પ્રાઈવેટ પાર્ટ પર હુમલો કરી દીધો. જેનાથી તે ગંભીર રીતે ઘાયલ થઈ ગયો. પીડિત યુવકે જણાવ્યું કે તે પોતાની પત્ની સાથે શારીરિક સંબંધ બાંધવાની કોશિશ કરતો હતો. આ દરમિયાન પત્નીએ કથિત રીતે બ્લેડથી તેના પ્રાઈવેટ પાર્ટ પર હુમલો કર્યો, જે બાદ ઘાયલ થયેલા યુવકને પરિવારના લોકો નજીકની હોસ્પિટલમાં લઈ ગયા.
રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, આખો મામલો બિઝનૌરના મંડાવર વિસ્તારના સીમલા કલા ગામનો છે. પોલીસે જણાવ્યું કે, ચાંદવીર ઉર્ફ ચાંદના લગ્ન આજથી લગભગ ચાર મહિના પહેલા ૨૯ એપ્રિલ ૨૦૨૫ના રોજ થયા હતા. આરોપ છે કે લગ્ન બાદથી તેની પત્નીનો વ્યવહાર ઠીક નહોતો. ચાંદવીરે જણાવ્યું કે, ૨૦ ઓગસ્ટની સાંજે જ્યારે તે પોતાની પત્ની સાથે સંબંધ બનાવવા માટે ગયો તો પત્નીએ અચાનક બ્લેડથી તેના પ્રાઈવેટ પાર્ટ પર હુમલો કરી દીધો.
આ હુમલામાં તે ગંભીર રીતે ઘાયલ થઈ ગયો. ચીસો સાંભળી પીડિતના પિતા આવી પહોંચ્યા અને તેને તાત્કાલિક હોસ્પિટલે લઈ ગયા. જ્યાં ડોક્ટર્સે તેની સારવાર કરી હતી. ડોક્ટર્સે કહ્યું કે, યુવકનો પ્રાઈવેટ પાર્ટ કપાયો છે, જેના કારણે ટાંકા લેવા પડ્યા. હાલમાં યુવકની હાલત સ્થિર છે.
સારવાર બાદ પીડિત ચાંદવીરે પોલીસ સ્ટેશનમાં પત્ની વિરુદ્ધ કાનૂની કાર્યવાહીની માગ કરી છે. પીડિતે પોલીસને જણાવ્યું કે, ભવિષ્યમાં તેની પત્ની તેને વિરુદ્ધ ખોટા કેસમાં ફસાવી શકે છે. તો વળી આરોપી મહિલાનું નિવેદન હજુ સુધી સામે આવ્યું નથી. પોલીસે જણાવ્યું કે, પીડિતની ફરિયાદ લખી લીધી છે. મહિલાની ધરપકડ કરી નથી, પણ તેની સાથે પૂછપરછ થઈ રહી છે.
(8:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
