<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 22nd August 2025

ગોવિંદા-સુનિતાના છૂટાછેડાના સમાચાર ફરી ચર્ચામાં: સુનિતાએ ક્રૂરતા અને અફેરના આરોપો સાથે અરજી દાખલ કરી

છૂટાછેડાના કારણો અને આરોપો: ગોવિંદાના નજીકના લોકોનો ઇનકાર: અગાઉ પણ આવા સમાચાર ચર્ચામાં હતા: સુનિતાએ તાજેતરમાં જ એક વ્લોગ શરૂ કર્યો છે

મુંબઈ: બોલિવુડના જાણીતા અભિનેતા ગોવિંદા અને તેમની પત્ની સુનિતા આહુજા ફરી એકવાર તેમના છૂટાછેડાના સમાચારોને કારણે ચર્ચામાં છે. અહેવાલો મુજબ, સુનિતાએ બાંદ્રા ફેમિલી કોર્ટમાં ગોવિંદાથી છૂટાછેડા લેવા માટે અરજી દાખલ કરી છે. જોકે, ગોવિંદાના નજીકના સૂત્રોએ આ અહેવાલોને માત્ર અફવા ગણાવ્યા છે. 
એક અહેવાલ અનુસાર, સુનિતાએ હિન્દુ મેરેજ એક્ટ ૧૯૫૫ની કલમ હેઠળ છૂટાછેડા માટે અરજી કરી છે.
સુનિતાએ અભિનેતા પર અન્ય મહિલાઓ સાથે શારીરિક સંબંધો રાખવાનો અને ક્રૂરતાનો આરોપ લગાવ્યો છે. અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે કોર્ટે ગોવિંદાને સમન્સ પાઠવ્યું છે અને સુનિતા કોર્ટમાં હાજર રહી છે, જ્યારે ગોવિંદા ગેરહાજર છે.
 ગોવિંદાના નજીકના સૂત્રો અને તેમના મેનેજરે આ અહેવાલોને સખત રીતે નકારી કાઢ્યા છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે આ સમાચારોમાં કોઈ સત્ય નથી અને આ માત્ર અફવાઓ છે. ગોવિંદાના ભત્રીજા અને કોમેડિયન કૃષ્ણા અભિષેકએ પણ આ વાતને અશક્ય ગણાવી છે અને કહ્યું કે બંને એકબીજાને ખૂબ પ્રેમ કરે છે અને જો કોઈ મામલો હશે તો તેઓ તેને પોતાની રીતે ઉકેલી લેશે.
 આ પહેલીવાર નથી કે આ દંપતીના છૂટાછેડાના સમાચાર ચર્ચામાં આવ્યા હોય. છ મહિના પહેલા પણ આવા જ અહેવાલો સામે આવ્યા હતા, જ્યારે ગોવિંદાનું નામ એક મરાઠી અભિનેત્રી સાથે જોડાયું હતું. તે સમયે પણ સુનિતાએ પોતે જ એક ઇન્ટરવ્યુમાં સ્પષ્ટતા કરી હતી કે તે ગોવિંદાને છૂટાછેડા આપી રહી નથી.
સુનિતાએ તાજેતરમાં જ એક વ્લોગ શરૂ કર્યો છે જેમાં તેણે પોતાના લગ્નજીવન વિશે ભાવુક થઈને વાત કરી હતી. તેણે કહ્યું કે ભલે સંબંધોમાં ઉતાર-ચઢાવ આવે, પણ તે મહાલક્ષ્મી માતા પર પૂરો વિશ્વાસ રાખે છે અને માને છે કે માતા કાલી તેના પરિવારને તોડવાનો પ્રયાસ કરનારનો સામનો કરશે. ગોવિંદા અને સુનિતાએ ૧૧ માર્ચ, ૧૯૮૭ના રોજ લગ્ન કર્યા હતા

(9:14 PM IST)