તા. ૨૩ ઓક્ટોબર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ આસો સુદ – ૧૨ શુક્રવાર
News of Saturday, 23rd August 2025
‘‘આપકે જમાને મેં બાપ કે જમાને કે દામ'': ૫૦ પૈસામાં લંચ, ૨૦ પૈસામાં ઈડલી
હોટેલમાં ભાવ જોઈને લોકો તરત જ ઓફરનો લાભ ઉઠાવવા પહોંચી ગયા

મુંબઈ તા.૨૩: તહેવારો સહિત તેના ફૂડ માટે પણ મુંબઇ ખૂબ જ પ્રખ્યાત છે. જોકે તાજેતરમાં મુંબઈની એક એવી હોટેલની ચર્ચા છે જેના ભાવ જોઈને લોકો તરત જ ઑફરનો લાભ ઉઠાવવા પહોંચી ગયા હતા. મુંબઈના ગોરેગાંવના એક પ્રખ્યાત રેસ્ટોરન્ટમાં ૅઆપકે જમાને મેં બાપ કે જમાને કે દામૅ (તમારા યુગમાં તમારા પિતાના સમયનો ભાવ) એવી ટેગ લાઈન સાથે ટેલિવિઝન પર એક જાહેરાત આવી હતી. આヘર્યજનક રીતે, રેસ્ટોરન્ટ તોડી પાડતા પહેલા ૧૯૬૨ ના ભાવે ભોજન પીરસવામાં આવતું હતું. આ યોજનાનો લાભ લેવા માટે રેસ્ટોરન્ટમાં મોટી ભીડ ઉમટી પડી હતી.
ગોરેગાંવ પૂર્વના વિહાર રેસ્ટોરન્ટમાં આ ઓફર ફક્ત એક જ દિવસ માટે રજૂ કરવામાં આવી હતી, જેના કારણે ભારે વરસાદ છતાં હોટેલની બહાર તેનો લાભ લેવા માટે લોકોની મોટી ભીડ ઉભી રહી હતી. નવી ઇમારત માટે રસ્તો બનાવવા માટે તોડી પાડવામાં આવનારી જૂની રેસ્ટોરન્ટે તેના ગ્રાહકોને ફેવરીટ વાનગીઓનો સ્વાદ અને અનુભૂતિ આપવાનું નક્કી કર્યું. રેસ્ટોરન્ટે સોમવારે ૧૮ ઑગસ્ટનાં રોજ ગ્રાહકોને આજના સમયમાં સૌથી ઓછા ભાવે ભોજન પીરસ્યું હતું.
વિદાયના સંકેત આપી, રેસ્ટોરન્ટે તેની બધી લોકપ્રિય વાનગીઓ વર્ષ ૧૯૬૨માં જે ભાવ હતો તે સમાન ભાવે જ પીરસી હતી. મુલાકાતીઓ ખૂબ જ ખુશ હતા કારણ કે તેમને ૫૦ પૈસાના અવિશ્વસનીય દરે સંપૂર્ણ ભોજન મળવાનું હતું, જ્યારે જલેબી, વડા અને ઇડલી જેવી અન્ય વસ્તુઓ ગ્રાહકોને માત્ર ૧૨ પૈસામાં પીરસવામાં આવી રહી હતી.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા પોસ્ટમાં જોવા મળ્યું હતું કે રેસ્ટોરન્ટના આ યાદગાર પગલાએ ભોજન ફૂડ લવર્સને આકર્ષ્યા હતા અને દરેક વ્યક્તિ રેસ્ટોરન્ટના છેલ્લા દિવસનો ભાગ બનવા માટે ઉત્સાહિત હતા જેથી તેને યાદગાર બનાવી શકાય.
UDIPI વિહાર (૧૯૬૨નું મેનુ)
રાઇસ પ્લેટ (પાતાળ ભાજી/તેંડુ/ચન્ના/ભાત/દાલ/છાસ/૪ પુરી/તળેલા પાપડ) માત્ર ૦.૫૦ પૈસામાં શિરા- ૦.૧૨ પૈસા, ઉપમા - ૦.૧૨ પૈસા, ઈડલી - ૦.૨૦ પૈસા, મેંદુ વાડા - ૦.૨૦ પૈસા, ઢોસા (સાદા/મસાલા) ૦.૨૦ પૈસા, બટાટા વડા - ૦.૧૨ પૈસા, ઉસળ પાવ (વટાણા) ૦.૧૨ પૈસા, બટાટા વડા ઉસલ ૦.૧૨ પૈસા, પુરી ભાજી - ૦.૧૨ પૈસા, મિક્સ વેજ પકોડા (કાંદા/મેથી/બટાટા) ૦.૦૭ પૈસા, ચા - ૦.૧૨ પૈસા, જલેબી (૪ પીસી) ૦.૧૨ પૈસા
આ મેનૂ અને તેમાં પણ તેના ભાવ જોઈને રેસ્ટોરન્ટ પહોંચેલા દરેક લોકો એકદમ ખુશખુશાલ થઈ ગયા હતા અને તેમના મનગમતા રેસ્ટોરન્ટને વિદાય આપવા ભેગા થયા હતા. તેમ જ સોશિયલ મીડિયા પોસ્ટે પણ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.(૩૮.૧૪)
(9:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
