તા. ૮ ઓક્ટોબર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા વદ – ૧૩ ગુરૂવાર
News of Saturday, 23rd August 2025
બે ટેક્સ સ્લેબની ચર્ચા માટે જીએસટીની બેઠક ૩-૪ સપ્ટે.એ યોજાશે

નવી દિલ્હીઃ જીએસટીમાં નોંધપાત્ર સુધારા હાલના ચારને બદલે ફક્ત બે ટેક્સ સ્લેબ રાખવાની કેન્દ્રની દરખાસ્ત પર ચર્ચા માટે હાઈપાવર્ડ જીએસટી પરિષદની બેઠક આગામી ૩-૪ સપ્ટેમ્બરે યોજાશે. કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સિતારમનની અધ્યક્ષામાં દિલ્હીમાં બે દિવસીય બેઠક મળશે. દેશમાં હાલમાં ૫, ૧૨, ૧૮ અને ૨૮ ટકા જીએસટી દર અમલમાં છે જેને ઘટાડીને ૫ અને ૧૮ ટકા કરવા કેન્દ્રે દરખાસ્ત કરી છે.
કેન્દ્રની દરખાસ્તને ગુરુવારે મંત્રીઓના સમૂહે પણ મંજૂરી આપી હતી. પરિષદમાં કેન્દ્ર ઉપરાંત તમામ રાજ્યો અને કેન્દ્રશાસિક પ્રદેશોના નાણાં મંત્રીઓ સામેલ છે. બેઠકમાં કર માળખામાં રાહત ઉપરાંત, કમ્પેન્સેશન સેસ તથા આરોગ્ય અને જીવન વીમા પ્રીમિયમ પર કર છૂટ સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરાશે.(૩૮.૬)
(9:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
