News of Saturday, 23rd August 2025
બરૈલીમાં યોજાયેલ ત્રણ દિવસીય સુન્ની વડાના ઉર્ષે રઝામાં ૨૫ કરોડથી વધુનો વેપારઃ વિશ્વભરના લોકોની ઉપસ્થિતિ

બરૈલી તા.૨૩: અહીં આ'લા હઝરતના ત્રણ દિવસીય ઉર્સ-એ-રઝવીએ શહેરની અર્થવ્યવસ્થાને પણ મજબૂત બનાવી દીધી છે. ઉર્સમાં લાખો યાત્રાળુઓના આગમનથી ૨૫ કરોડથી વધુનો વ્યવસાય થયાનો અંદાજ છે. હોટલ ઉદ્યોગને સૌથી વધુ ફાયદો થયો છે. યાત્રાળુઓએ ખોરાક, પરિવહન અને અન્ય વસ્તુઓ પર ઘણો ખર્ચ કર્યો છે. ઉર્સના ચાર દિવસ માટે લોકોની સંખ્યા ઘણી વધારે હતી, જેના કારણે અન્ય લોકોને પણ રોજગાર મળ્યો. આનાથી શહેરના લોકોની આવકમાં પણ વધારો થયો છે .
ઉર્સમાં આવેલા યાત્રાળુઓએ ખાવા-પીવા પર સૌથી વધુ ખર્ચ કર્યો. ચા, પાણી, ભોજન અને નાસ્તા પર લગભગ સાત કરોડ રૂપિયા ખર્ચ થયા. આ ઉપરાંત, પ્રસાદના રૂપમાં સાડા ત્રણ કરોડ રૂપિયાની મીઠાઈઓ વેચાઈ. આ ઉપરાંત, ૭૫ લાખ રૂપિયાની ચાદર, ફૂલો, અગરબત્તી વગેરે વેચાયા. તે જ સમયે, ૫૦ લાખ રૂપિયાના સુરમા અને ૫૦ લાખ રૂપિયાના ટોપીઓનું પણ વેચાણ થયું. એક કરોડ રૂપિયાથી વધુના પુસ્તકો વેચાયા. પાંચ કરોડ રૂપિયાનો છૂટક માલ ખરીદવામાં આવ્યા. જિલ્લાના હોટેલ ઉદ્યોગને પણ ફાયદો થયો.
બરૈલી જિલ્લામાં ૩૫૦ હોટલ અને ગેસ્ટહાઉસ હોવાથી ત્રણ કરોડ રૂપિયાથી વધુની કમાણી થઇ. તેમાંથી કેટલીકમાં ૧૦ રૂમ છે અને કેટલીકમાં ૧૨ રૂમ છે, જયારે પ્રખ્યાત હોટલોમાં રૂમની સંખ્યા ૫૦થી વધુ છે. સરેરાશ, આ હોટલોમાં ૫,૨૫૦ રૂમ હતા, જે આખા ઉર્ષના સમય દરમ્યાન લોકોથી ભરેલા રહ્યા.
ઉર્સ દરમિયાન મોટાભાગના મુસાફરો ટ્રેન દ્વારા મુસાફરી કરતા હતા. જ્યારે સામાન્ય દિવસોમાં બરૈલી જંકશન પર ૧૨ થી ૧૩ લાખ રૂપિયાની ટિકિટ વેચાય છે, ત્યારે આ ત્રણ દિવસ દરમિયાન ૧૮ થી ૨૦ લાખ રૂપિયાની ટિકિટ વેચાઈ હતી. બરેલી શહેરથી બે ઉર્સ સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવી હતી, જેમાંથી રેલવેને ૧૫ થી ૧૬ લાખ રૂપિયાની વધારાની આવક થઈ હતી. જૂનું બસ સ્ટેન્ડ બંધ થવાને કારણે, દૈનિક આવક જે ૩૫-૩૬ લાખ રૂપિયા હતી તે ૨૫ થી ૨૬ લાખ રૂપિયા થઈ ગઈ. એક અંદાજ મુજબ, પરિવહન ક્ષેત્રને ત્રણ દિવસમાં બે કરોડ રૂપિયાથી વધુનો ફાયદો થયો.
વિશ્વભરના સુન્ની સંપ્રદાયના વડા ધર્મગુરૂ અને આ'લા- હઝરતના માત્ર ટુંકા નામે પ્રખ્યાત ઇમામ અહેમદરઝાખાન સાહેબનો આ વર્ષે ૧૦૭મો ઉર્સ-એ-રઝવી હતો. જે ૧૮, ૧૯ અને ૨૦ ના રાબેતા મુજબ ઉજવાયો હતો. આ ઇસ્લામિક કેલેન્ડરના સફરમાસ૨૩. ૨૪. ૨૫મી તારીખે દર વર્ષે ઉજવવામાં આવે છે, આ દરગાહના પ્રવકતા નાસીર કુરેશીએ જણાવ્યું હતું કે ઉર્સ-એ-રઝવીમાં ભાગ લેવા માટે વિશ્વભરના ભક્તો પહોંચે છે. લોકો મહિનાઓ અગાઉથી ટિકિટ બુક કરવાનું શરૂ કરી દે છે.
(11:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
