News of Saturday, 23rd August 2025
ઉપરાષ્ટ્રપતિની ચુંટણી માટે ગુજરાતમાં ૩૭ મતદારો : દિલ્હીમાં મતદાન થશે
ભાજપના રપ અને કોંગ્રેસના ર સાંસદોને મતાધિકાર

રાજકોટ, તા., ર૩: ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખડેએ રાજીનામુ આપતા નવા ઉપરાષ્ટ્રપતિ ચુંટવા ચુંટણી પંચે ૯ સપ્ટેમ્બરે ચુંટણી યોજવાની જાહેરાત કરી છે. જેના માટે ગુજરાતમાં ૩૭ મતદારો છે. ઉપરાષ્ટ્રપતિની ચુંટણી માટે માત્ર લોકસભા અને રાજયસભાના સભ્યો જ મતાધિકાર ધરાવે છે. ગુજરાતમાં લોકસભામાં ભાજપના રપ અને રાજયસભામાં ૧૦ સભ્યો ચુંટાયેલા છે. બન્ને ગૃહમાં કોંગ્રેસના એક-એક સભ્ય છે. કુલ ૩૭ સાંસદો મતાધિકાર ધરાવે છે. તા. ૯ સપ્ટેમ્બરે દિલ્હીમાં મતદાન અને તે જ દિવસે મતગણતરી થશે.
ઉપરાષ્ટ્રપતિ પદ માટે ભાજપ પ્રેરીત ગઠબંધનના ઉમેદવાર સી.પી.રાધાક્રિષ્નન અને કોંગ્રેસ પ્રેરીત ગઠબંધનના ઉમેદવાર બી.સુદર્શન રેડી વચ્ચે જંગ છે.
(2:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
