<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd August 2025

એક તો ૨૦ રૂપિયાની વોટરબોટલના ૧૦૦ રૂપિયા લો છો ને પાછો સર્વિસ ચાર્જ?: કોર્ટે ખખડાવી રેસ્‍ટોરાંને

 

નવી દિલ્‍હી, તા.૨૩: કોઈપણ સારા રેસ્‍ટોરાંમાં જાઓ છો ત્‍યારે પાણીની બોટલ હોય કે કોલ્‍ડ ડ્રિંક્‍સ, ભાવ વધારીને જ લેવામાં આવે છે. કોલ્‍ડ ડ્રિક્‍સમાં બરફ વધારે અને ડ્રિંક ઓછું હોય છે, પરંતુ ગ્રાહક તરીકે આપણી ન બોલાવાની ટેવ કે બેદરકારી આપણને જ નડે છે. રેસ્‍ટોરાંમાં સારું બેસવાનું અને એસી જેવી સુવિધાઓના નામે એમઆરપી પર વધારે ચાર્જ વસૂલવામાં આવે છે અને ત્‍યારબાદ સર્વિસ ચાર્જ પણ ઘણા રેસ્‍ટોરાં વસૂલે છે ત્‍યારે આ મામલે દિલ્‍હી હાઈકોર્ટ લાલધૂમ થઈ ગઈ છે અને તેમણે રેસ્‍ટોરાં એસોસિયેશનને તીખાં શબ્‍દોમાં ઠપકાર્યા છે.

કોર્ટે ઉદાહરણ આપતા જણાવ્‍યું કે તમે જ્‍યારે ૨૦ રૂપિયાની પાણીની બોટલના ૧૦૦ રૂપિયા ચાર્જ કરો છો ત્‍યારે એ કેમ નથી કહેતા કે વધારાના ૮૦ રૂપિયા માત્ર એમ્‍બિયન્‍સના છે, સર્વિસના નથી. કોર્ટે એમ પણ કહ્યું કે આ યોગ્‍ય નથી. એક તો તમે એમઆરપી ઉપર વધારાના મનફાવે તેટલા પૈસા ચાર્જ કરો અને વળી સર્વિસ ચાર્જ પણ અલગથી વસૂલો છો. તો એ વધારાના ૮૦ રૂપિયા ગ્રાહક શેના માટે આપે છે.

અગાઉ ૨૮ માર્ચના આદેશમાં કોર્ટે કહ્યું હતું કે ફૂડ બિલ પર તમે જીએસટી વસૂલો અને વળી પાછો વર્સિવ ચાર્જ પણ લો તે ગ્રાહકોના બેવડી લૂંટ જેવું છે.

(3:48 PM IST)