તા. ૨૧ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧ શુક્રવાર
News of Monday, 25th August 2025
સારો એવો વરસાદ પડે એ માટે ગધેડાને ગુલાબજાંબુ ખવડાવી ગધેડા પર ઊંધા બેસીને ફર્યા
ગામના મુખિયાએ ગધેડાની તિલક-પૂજા કરીને એને માળા પહેરાવી અને પછી ગુલાબજાંબુ ખવડાવ્યાં

ઝાલાવાડ તા.૨૫: રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લામાં હજીયે વરસાદ ન પડવાને કારણે પાણીના અભાવે ખેડૂતો પરેશાન છે. આખા રાજ્યમાં લગભગ બધે જ વરસાદ આવી ગયો છે, પણ ઝાલાવાડ જિલ્લાનાં કેટલાંક ગામો તરસ્યાં રહી ગયાં છે ત્યારે આ ગામના મુખિયાઓ ભગવાનને રીઝવવા અનેક પરંપરાગત ટોટકાઓ અપનાવી રહ્યા છે. ગામના મુખિયાએ ગધેડાની તિલક-પૂજા કરીને એને માળા પહેરાવી અને પછી ગુલાબજાંબુ ખવડાવ્યાં. એટલું જ નહીં, એ પછી મુખિયાએ ગધેડા પર બેસીને નજીકના સ્મશાનનાં સાત ચક્કર પણ લગાવ્યાં અને સાથે વરસાદ પડે એવી મનોકામના કરી. જ્યારે પણ ઑગસ્ટ મહિના સુધી ગામમાં પાણી ન વરસે તો આ ટોટકો અપનાવવાની પરંપરા લગભગ ૪૫ વર્ષ જૂની છે. કહેવાય છે કે ગધેડા જેવા માસૂમ અને ભોળા પ્રાણીનું મોં મીઠું કરાવવાથી ઇન્દ્રદેવ પ્રસન્ન થાય છે.(૩૮.૬)
(10:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
