News of Monday, 25th August 2025
મારા બોયફ્રેન્ડને મેસેજ કેમ કર્યો ? બે છોકરીઓ વચ્ચે રસ્તા પર જોરદાર ઝઘડો

પુણે, તા.૨૫ઃ મહારાષ્ટ્રનાં પુણે જિલ્લામાં ગુનાખોરીનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્નાં છે. હત્યા, બળાત્કાર, હુમલો અને હથિયારો સાથે ફરતી ગૅન્ગની દહેશત જેવી અનેક ઘટનાઓઍ સમગ્ર જિલ્લાને હચમચાવી નાખ્યો છે. પુણેમાં આવી જ ઍક ચોંકાવનારી ઘટના તાજેતરમાં સામે આવી છે. અહીં છોકરીઓના બે જૂથો વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો. બે છોકરીઓ વચ્ચે ઉગ્ર દલીલ થઈ હતી અને તેઓઍ ઍકબીજાને પૂછ્યું હતું કે તમે મારા બૉયફ્રેન્ડને કેમ મૅસેજ કર્યો? આ ઘટના ગયા શુક્રવારે રાત્રે ૧૦ થી ૧૦ઃ૩૦ વાગ્યાની આસપાસ બની હોવાનું કહેવાય છે.
ઍક છોકરીના બૉયફ્રેન્ડને બીજી છોકરીઍ મૅસેજ કર્યો હતો. મનમાં ગુસ્સા સાથે, છોકરી મૅસેજ કરનારી છોકરી પાસે ગઈ અને પૂછ્યું, ‘તમે મારા બૉયફ્રેન્ડને કેમ મૅસેજ કર્યો?’ આ દલીલ વધુ ઉગ્ર બનતા લડાઈમાં ફેરવાઈ ગઈ હતી. શરૂઆતમાં કેટલીક અન્ય છોકરીઓ પણ બંને વચ્ચેની દલીલમાં જોડાઈ હતી. ઍવું જોવા મળ્યું હતું કે છોકરીઓના બે જૂથો નાની વાત પર ઍકબીજા સાથે અથડાયા હતા. દરમિયાન, તેમની લડાઈનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્ના છે. આ ઘટનાઍ શહેરમાં ખળભળાટ મચાવ્યો છે. પોલીસમાં આ મામલે કોઈપણ ફરિયાદ દાખલ કરવામાં આવી ન હોવાનું જાણવા મળી રહ્નાં છે, જોકે આ ઘટનાઍ આસપાસના લોકોમાં ભય નિર્માણ કર્યો છે. તેમ જ લોકોની સુરક્ષાનો પણ પ્રશ્ન ઊભો થયો છે.(૨૩.૫)
(4:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
