તા. ૩ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૩ બુધવાર
News of Monday, 25th August 2025
શું મુકેશ અંબાણી રિલાયન્સના ૪૪ લાખ રોકાણકારોની અપેક્ષાઓ પૂર્ણ કરશે ?
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની AGM ૨૯ ઓગસ્ટે યોજાશે.બધાની નજર AGM પર કંપનીના ૪૪ લાખ રોકાણકારો ખાસ કરીને Jioના IPOની રાહ જોઈ રહ્યા છે

નવી દિલ્હી, તા.૨૫: મુકેશ અંબાણી આ શુક્રવારે, ૨૯ ઓગસ્ટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL) ની વાર્ષિક સામાન્ય સભા (AGM) માં ૪૪ લાખ શેરધારકોને સંબોધિત કરવાના છે. બધાની નજર આ પર છે. રોકાણકારોને વધારે અપેક્ષાઓ નથી. પરંતુ એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી કેટલીક મોટી જાહેરાતો કરી શકે છે. રિલાયન્સ વિશ્વનો સૌથી મોટો ટેલિકોમ IPO લાવી શકે છે, જેની રોકાણકારો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
BofA સિકયોરિટીઝે જણાવ્યું હતું કે મોટાભાગની મહત્વપૂર્ણ જાહેરાતો AGMમાં કરવામાં આવે છે. તેથી, ઘણા રોકાણકારો IPO ની સંભવિત સમયરેખા વિશે અપડેટ ઇચ્છે છે. એટલે કે, લોકો જાણવા માંગે છે કે દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની Jioનો IPO કયારે આવશે. ૨૦૧૯ ની AGM માં, અંબાણીએ શેરધારકોને કહ્યું હતું કે તેઓ પાંચ વર્ષમાં IPO દ્વારા ટેલિકોમ અને રિટેલ વ્યવસાયનું લિસ્ટિંગ કરશે. ત્યારથી આ અંગે કોઈ અપડેટ નથી. રિલાયન્સના શેરધારકો Jio IPO વિશે માહિતીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
આ દરમિયાન, Jioના IPO માટે બજાર વધુ સારું બન્યું છે. ટેલિકોમ કંપનીઓનો નફો વધી રહ્યો છે અને ખર્ચ ઘટી રહ્યો છે. BNP પરિબાસના વિશ્લેષકો માને છે કે આગામી બે ક્વાર્ટરમાં ટેરિફ વધી શકે છે. Jio એ તાજેતરમાં કેટલાક સસ્તા પ્રીપેડ પ્લાન બંધ કર્યા છે. આ દર્શાવે છે કે કંપની નફો કમાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.
આ ઉપરાંત, SEBI એ તાજેતરમાં એક પ્રસ્તાવ મૂકયો છે. આ મુજબ, IPO પછી જે કંપનીઓનું માર્કેટ કેપ રૂ.૫ લાખ કરોડથી વધુ હશે તેમણે ફક્ત ૨.૫% ઇક્વિટી જારી કરવી પડશે. હાલમાં આ મર્યાદા ૫% છે. સિટીના મતે, Reliance Jioનું મૂલ્ય $૧૨૦ બિલિયન (રૂ.૧૦.૪ લાખ કરોડ) થી વધુ છે. તેથી, આ નિયમ Jio માટે ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે.
સિટીના વિશ્લેષકો સૌરભ હાંડા અને પ્રેરણા ગોયેન્કાએ જણાવ્યું હતું કે ૫% જાહેર ઓફર બજારમાં ઼૬ બિલિયનથી વધુ મૂલ્યના શેર લાવશે. આ ભારતીય બજાર માટે ખૂબ વધારે છે. ખાસ કરીને જ્યારે ૩૫્રુ છૂટક રોકાણકારો માટે અનામત રાખવામાં આવે છે. Jio માટે, ૨.૫% જાહેર ઓફર બજારમાં ઼૩ બિલિયનથી વધુ મૂલ્યના શેર લાવશે. અમારું માનવું છે કે આ IPO સમયે શેરના વધારાના પુરવઠાની સમસ્યા ઘટાડશે. ઉપરાંત, રિલાયન્સ માટે હોલ્ડિંગ કંપની ડિસ્કાઉન્ટની ચિંતા પણ ઓછી થશે. BofA ના સચિન સલગાંવકર માને છે કે વાતાવરણ સારું છે. તેમણે કહ્યું કે આ વર્ષે રોકાણકારો સાથેની વાતચીત અને સ્ટોક પ્રદર્શનના આધારે, અમને લાગે છે કે રોકાણકારોની અપેક્ષાઓ ઓછી છે. તેથી, કંઈક સારું થવાની સંભાવના છે. તેમણે રિલાયન્સના શેરને બાય રેટિંગ આપ્યું છે અને લક્ષ્ય ભાવ રૂ.૧,૬૬૦ રાખ્યો છે. ૨૦૨૫માં અત્યાર સુધીમાં રિલાયન્સના શેરમાં લગભગ ૧૫રૂ.નો વધારો થયો છે. શુક્રવારે, તે BSE પર ૧% ઘટીને રૂ.૧,૪૦૯.૩ પર બંધ થયો હતો. સોમવારે, તે રૂ.૧૪૦૯.૫૦ પર ફ્લેટ ટ્રેડિંગ કરી રહ્યો હતો.
(4:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
