<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th August 2025

સફેદ-લીલી છત ઘરનું તાપમાન પાંચ ડિગ્રી ઘટાડશે

જો ઘરની છતની રચનાને ત્રણ રીતે સુધારવામાં આવે તો રૂમની અંદરનું તાપમાન ઘટાડી શકાય છે

 

નવી દિલ્‍હી તા.૨૬:  છતની નબળી ડિઝાઇનને કારણે લોકોને વધુ ગરમીનો સામનો કરવો પડે છે. આ કારણે રૂમની અંદર એર કન્‍ડીશનીંગનો ખર્ચ પણ વધે છે. સેન્‍ટર ફોર સાયન્‍સ એન્‍ડ એન્‍વાયર્નમેન્‍ટ (CSE) ના અહેવાલ મુજબ, જો છતની ડિઝાઇનમાં કેટલાક ફેરફારો કરવામાં આવે તો રૂમનું તાપમાન ચારથી પાંચ ડિગ્રી ઘટાડી શકાય છે.

આ ફેરફારોમાં સૂર્યપ્રકાશને પ્રતિબિંબિત કરતો સફેદ પ્રતિબિંબીત રંગ અને છત પર તૈયાર કરેલી લીલી પટ્ટીનો સમાવેશ થાય છે. સૂર્યના કિરણો ઘરની છત પર સૌથી વધુ સીધા પડે છે. ઓરડામાં પહોંચતી ગરમીમાં છતનો સૌથી મોટો ફાળો હોય છે. સામાન્‍ય રીતે છત કોંક્રિટની બનેલી હોય છે, જેમાં સિમેન્‍ટ, લોખંડના સળિયા, કોંક્રિટ અને રેતી વગેરેનો ઉપયોગ થાય છે. આ બધી સામગ્રી સૂર્યની ગરમીને શોષી લે છે અને ધીમે ધીમે તેને રૂમની અંદર મોકલે છે. CSE એ છતની ડિઝાઇન સુધારવા અને તાપમાન અનુસાર તેને વધુ યોગ્‍ય બનાવવા માટે થર્મલી એફિશિયન્‍ટ રૂફ નામનો રિપોર્ટ તૈયાર કર્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્‍યું છે કે જો ઘરની છતની રચનાને ત્રણ રીતે સુધારવામાં આવે તો રૂમની અંદરનું તાપમાન ઘટાડી શકાય છે.

દેશમાં ઘણી જગ્‍યાએ છતની રચના બદલીને તાપમાન ઘટાડવાના પ્રયોગો કરવામાં આવી રહ્યા છે. અમદાવાદ, ભોપાલ, જોધપુર, ચેન્નાઈ જેવા ઘણા શહેરોમાં સફળ પ્રયોગો કરવામાં આવ્‍યા છે. અમદાવાદમાં લગભગ ત્રણ હજાર ઘરોની છત પર પ્રતિબિંબીત રંગ લગાવવામાં આવ્‍યો હતો. સૂર્ય કિરણોના પ્રતિબિંબને કારણે, અહીં રૂમની અંદરનું તાપમાન ઓછું જોવા મળ્‍યું.(૩૮.૫)

(9:55 AM IST)