News of Tuesday, 26th August 2025
ગાઝા હોસ્પિટલ પર હુમલોઃ ૫ પત્રકારો સહિત ૨૧ મોત
હુમલા બાદ ઇઝરાયલે દુઃખ વ્યક્ત કર્યું, આખું વિશ્વ આથી ગુસ્સે

તેલ અવીવ,તા.૨૬: ગાઝાની નાસેર હોસ્પિટલ પર થયેલા ભયાનક હુમલાએ સમગ્ર વિશ્વને હચમચાવી નાખ્યું. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૧ લોકો માર્યા ગયા, જેમાં પાંચ પત્રકારો, ડોકટરો અને રાહત કાર્યકરોનો પણ સમાવેશ થાય છે. ઇઝરાયલી સેના દ્વારા કરવામાં આવેલા આ ‘ડબલ' હુમલાએ દરેકના મનમાં ગભરાટ ફેલાવ્યો. ઇઝરાયલ આ હુમલા બાદ માફી માંગી રહ્યું છે.
ઇઝરાયલી વડા પ્રધાન કાર્યાલયે પર ખૂબ જ દુઃખ વ્યક્ત કર્યુ છે. અમે પત્રકારો, તબીબી કર્મચારીઓ અને તમામ નાગરિકોના કાર્યને મહત્વ આપીએ છીએ.' ઈઝરાયલના આ નિવેદન છતાં, આ હુમલાની આકરી ટીકા થઈ રહી છે.
અહેવાલો અનુસાર, ઇઝરાયલી સેનાએ પહેલા હોસ્પિટલના ઉપરના માળે હુમલો કર્યો. થોડીવાર પછી, જ્યારે પત્રકારો અને રાહત કાર્યકરો ઘાયલોને મદદ કરવા માટે બહારની સીડી પર પહોંચ્યા, ત્યારે બીજો હુમલો થયો. આ હુમલામાં અલ જઝીરાના પત્રકાર મોહમ્મદ સલામા, રોઇટર્સના કેમેરામેન હુસમ અલ-મસરી અને ફ્રીલાન્સ પત્રકાર મરિયમ અબુ દક્કા સહિત પાંચ પત્રકારોએ પોતાનો જીવ ગુમાવ્યો. અલ જઝીરાના પત્રકાર તારેક અબુ અઝઝુમે દેઇર અલ-બલાહથી જણાવ્યું, 'આ હુમલાથી સમગ્ર વિસ્તારમાં અરાજકતા અને ગભરાટ ફેલાયો છે.
આ હુમલાની ચારે બાજુ નિંદા થઈ રહી છે. સંયુક્ત રાષ્ટ્ર સાથે સંકળાયેલા ફ્રાન્સેસ્કા અલ્બેન્સે કહ્યું, ‘ગાઝામાં દરેક ક્ષણે આવી દુર્ઘટનાઓ બની રહી છે, જે ઘણીવાર અદ્રશ્ય રહે છે. હું દેશોને આ હત્યાકાંડને રોકવા માટે તાત્કાલિક પગલાં લેવા વિનંતી કરું છું.' પેલેસ્ટિનિયન જર્નાલિસ્ટ્સ સિન્ડિકેટે તેને ફ્રી પ્રેસ વિરુદ્ધ ખુલ્લું યુદ્ધ' ગણાવ્યું. તેમણે કહ્યું, ‘આ હુમલો પત્રકારોને ડરાવવા અને સત્યને દબાવવાનો પ્રયાસ છે.' અલ જઝીરાએ પણ આ હુમલાને 'સત્યને દફનાવવાનો સ્પષ્ટ ઇરાદો' ગણાવ્યો.
આ હુમલાના સમાચાર સાંભળીને અમેરિકન રાષ્ટ્રપતિ પણ ચોંકી ગયા. તેમણે કહ્યું, 'આ ક્યારે બન્યું. આ સારી વાત નથી, આ દુઃસ્વપ્નનો અંત લાવવો પડશે.' તે જ સમયે, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને તેને ‘અસહ્ય' ગણાવ્યું ઁકતારના વિદેશ મંત્રાલયે કહ્યું કે પત્રકારો અને આરોગ્ય કર્મચારીઓ પરના હુમલા રોકવા માટે તાત્કાલિક કડક આંતરરાષ્ટ્રીય કાર્યવાહી જરૂરી છે.
ગાઝા સિવિલ ડિફેન્સ અનુસાર, ૬ ઓગસ્ટથી ગાઝા શહેરમાં ૧,૦૦૦ થી વધુ ઇમારતો નાશ પામી છે. સેંકડો લોકો કાટમાળ નીચે ફસાયેલા છે, અને સતત હુમલાઓ અને રસ્તા બંધ થવાને કારણે બચાવ કાર્ય અવરોધાય રહ્યું છે.
(10:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
