હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પતંજલિનું ઇમ્યુનોગ્રીટ અકાળે વૃદ્ધત્વને અટકાવી અમરત્વનું વરદાન બનશે
આં. રા. સંશોધન જર્નલ આર્કાઇવ્ઝ ઓફ ગેરોન્ટોલોજી એન્ડ ગેરિયાટ્રિક્સમાં પ્રકાશિત સંશોધન

હરિદ્વાર,તા.૨૬: પતંજલિના વિજ્ઞાનીઓએ અષ્ટવર્ગ અને અન્ય કુદરતી ઔષધિઓમાંથી બનેલી દવા ઇમ્યુનોગ્રીટ પર કરેલા સંશોધન દ્વારા સાબિત કર્યું છે કે તેનાથી અકાળ વૃદ્ધત્વને અસરકારક રીતે ધીમું કરી શકાય છે.
આચાર્ય બાલકૃષ્ણજીએ જણાવ્યું છે કે તણાવ, ચિંતા, પ્રદૂષણ અને ખોટી જીવનશૈલીને લીધે હાલમાં ૩૫-૪૦ વર્ષની ઉંમરે ચહેરા પર થતી કરચલીઓ અને કપાળે રેખાઓની સમસ્યા સામે લોકો એલોપેથિક સારવાર અને મોંઘા ઇન્જેક્શન દ્વારા કામચલાઉ ઉકેલ શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે, પણ અમે વૈજ્ઞાનિક પ્રમાણિકતા સાથે અષ્ટવર્ગ ઔષધિઓને ઇમ્યુનોગ્રીટના રૂપમાં રજૂ કરી છે, જે અમરત્વનું વરદાન બનશે. ઇમ્યુનોગ્રીટ દવા વિદારીકંડ, મેડા, શતાવરી, કાકોલી, ક્ષીરકોલી, રિદ્ધિ, વારાહીકંડ, બાલા, સફેદ મુસલી, શુદ્ધ કૌંચ, અશ્વગંધાથી બનેલી છે.
પતંજલિ સંશોધન સંસ્થાના મુખ્ય વિજ્ઞાની ડો. અનુરાગ વાર્ષ્ણેયે જણાવ્યું હતું કે ઇમ્યુનોગ્રીટ માત્ર એક હર્બલ સપ્લિમેન્ટ નહીં, વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલો આયુર્વેદિક ઉકેલ છે. આ સંશોધન આંતરરાષ્ટ્રીય સંશોધન જર્નલ આર્કાઇવ્સ ઓફ ગેરોન્ટોલોજી એન્ડ ગેરિયાટ્રિક્સમાં પ્રકાશિત થયું છે.(૪૦.૩)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
