News of Tuesday, 26th August 2025
જીએસટી કંપોઝિશન યોજનામાં મર્યાદા વધે તો ટેક્સ ચોરીનો વેપલો બંધ થાય
ગ્રાહકોને સીધું વેચાણ કરનારા વેપારીઓને લાભ આપવામાં આવે તો આવકમાં પણ વધારો થાય : ૧૮ ટકા અને તેના કરતાં વધુ જીએસટીના દરમાં મોટાભાગે બિલ લેવાનું ટાળતા હોવાનો મત

મુંબઇ તા.૨૬: જીએસટીમાં જે પણ વેપારીઓ પોઝિશન યોજનાનો લાભ લે છે તેઓ ટર્નઓવરના એક ટકા લેખે જીએસટી ભરપાઈ કરીને રિફંડનો ગામ બૈતા નથી, પરંતુ તેની મર્યાદા ૧.૫૦ કરોડ હોવાના કારવી તેમાં વધારો કરવામાં આવે તો જીએસટીની આવકમાં વધારો થરાની સાથે કેટલાક કિસ્સાઓમાં થતી જીએસટી ચોરી અટકાવી શકાય તેમ છે. આ અંગેનું સૂચન પણ જીએસટીના ઉચ્ચ અધિકારીઓને કરવામાં આવ્યું હોવાની વિગતો જાણવા મળી છે.
જીએસટીના દર ૧૮ ટકા અને તેના કરતાં વધુ હોય તેવા કિસ્સામાં વેપારીઓ ગ્રાહકને જ્યારે ચીજવસ્તુનું વેચાણ કરે ત્યારે મોટાભાગના લોકો બિધ વિનાજ ખરીદી કરતા હોય છે. તેનો અર્થ એ થાય છે કે ૧૮ ટકા જીએસટી ભરવું નહીં પડે તે માટે ગ્રાહકો આ રીતે ખરીડી કરતા હોય છે, કારણ કે એક લાખની વસ્તુની ખરીદી કરે તો ગ્રાહકોએ ૧૮ હજાર ટેક્સ પેટે ચુકવવાના થાય છે. આ ૧૮ હજાર રૂપિયા બચાવવા માટે ખિન્ન વિના જ ખરીદી કરવામાં આવતી તહોવાની હકીકતો જાણવા મળી છે. જોકે વેપારીઓ દ્વારા આ અંગેના બિલ અન્યને આપીને હિસાબ સરભર કરી દેતા હોય છે. પરંતુ જીએસટી દ્વારા આ અંગે ફેરવિચારવા કરવામાં આવે તો સાહકો મિત્ર સાથેની ખરીદી કરે અને તેના થકી સરકારને સારી એવી આવક પણ થઈ શકે તેમ છે. તે માટે કંપોઝિશન યોજનામાં જે હાસની મર્યાદા ૧.૫૦ કરોડની છે તેને દૂર કરવામાં આવે તો શક્ય બને તેમ હોવાનું જાણકારો કહી રહ્યા છે. પરંતુ તેમાં પણ જે વેપારીઓ ચાહત કોને ચીજવસ્તુનું સીધું વેચાણ કરતા હોય તેને જ આનો લાભ આપવામાં આવવો જોઇએ. તો આવા વેપારીઓ કંપોઝિશન સ્કીમમાં પોતાના ટર્નઓવરના એક ટકા લેખે જીએસટી ભરપાઈ કરી દે અને ક્રેડિટ પણ પરત લે નહીં તો સરકારને તેના થકી સારી એવી આવક થઇ શકે તેમ છે.
ઉત્પાદક પહેલાંથી જ જીએસટી ભરે છેઃ જે પણ વસ્તુનું વેચાણ કરવામાં આવે છે તેના ઉત્પાદક દ્વારા તો પહેલેથી જ જીએસટી ભરપાઇ કરવામાં આવે જ છે, પરંતુ જ્યારે તે વસ્તુનું વેચાણ કરવામાં આવે ત્યારે તેના પર જીએસટીનો દર વધારે હોવાના કારણે મોટાભાગના લોકો જીએસટી વિના જ વસ્તુની ખરીદી કરતા હોય છે. આ કારણોસર જીએસટી ચોરીના કેસ વધતા હોય છે. પરંતુ કંપોઝિશન સ્કીમની મર્યાદા દૂર કરવામાં આવે તો એક ટકા લેખે જીએસટીની આવક થઇ શકે તેમ હોવાનું જાણકારો કહી રહ્યા છે.(૩૮.૧૫)
(10:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
