<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th August 2025

૨૨ સપ્‍ટેમ્‍બર પહેલા નવા દરો લાગુ થઈ શકે છે, વસ્‍તુઓ સસ્‍તી થશે...

નવરાત્રિમાં મા દુર્ગા સાથે લક્ષ્મી આવશે... GST માં મોટી રાહત

નવી દિલ્‍હીઃ તા.ર૬, આ વખતે ૨૨ સપ્‍ટેમ્‍બરથી શરૂ થતી નવરાત્રિમાં, ઘરોમાં મા દુર્ગાના આગમન સાથે, લક્ષ્મી પણ પોતાના આશીર્વાદ વરસાવશે. કેન્‍દ્ર સરકાર નવરાત્રિ પહેલા જ ગુડ્‍સ એન્‍ડ સર્વિસ ટેક્‍સ (GST) ના સ્‍લેબમાં ફેરફાર કરીને મોટી રાહત આપવાની તૈયારી કરી રહી છે. વિવિધ ચીજવસ્‍તુઓ પર GST દરોમાં દ્યટાડો થવાથી તહેવારોની મોસમ દરમિયાન ખરીદીમાં સામાન્‍ય લોકોને રાહત મળશે, જયારે બજારો પણ ધમધમતા રહેશે. વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ સ્‍વતંત્રતા દિવસના ભાષણમાં દિવાળી પર GSTમાંમોટી રાહતની જાહેરાત કરી હતી. જાણકાર સૂત્રોએ જણાવ્‍યું હતું કે નવરાત્રિથી તહેવારોની મોસમની શરૂઆતથી GST¨નવા દરો સૂચિત કરવામાં આવશે જેથી લોકોને લાભ મળી શકે.

કાયદા હેઠળ, કેન્‍દ્રીય નાણામંત્રીઓની આગેવાની હેઠળના રાજયોના નાણામંત્રીઓની GST પરિષદ GSTમાં કોઈપણ ફેરફાર માટે અધિકૃત છે.

સ્‍લેબમાં ફેરફાર કરવાના પ્રસ્‍તાવને મંજૂરી આપવા માટે ૩ અને ૪ સપ્‍ટેમ્‍બરના રોજ GST કાઉન્‍સિલની બેઠકનો પ્રસ્‍તાવ છે. સૂત્રોએ જણાવ્‍યું હતું કે કોઈપણ રાજય તરફથી કોઈ વિરોધ ન હોવાથી, કાઉન્‍સિલ તરફથી પ્રસ્‍તાવિત ફેરફારોની મંજૂરી મેળવવી એ માત્ર ઔપચારિકતા રહેશે. કાઉન્‍સિલના મંત્રી જૂથ (GOM) એ તેને પહેલાથી જ મંજૂરી આપી દીધી છે. સંપૂર્ણ કાઉન્‍સિલ તરફથી મંજૂરી મળ્‍યા પછી, સરકાર ૮-૧૦ દિવસમાં નવા દરોને સૂચિત કરશે.

(11:33 AM IST)