<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th August 2025

ખાવા- પીવાનું - કપડા - સિમેન્‍ટ - સલુન - વીમા પ્રીમિયમ વગેરે સસ્‍તા થશે

ખાવા - પીવાની ચીજો અને કપડાને ૫%ના સ્‍લેબમાં લાવવા પ્રસ્‍તાવ : સીમેન્‍ટ પર ટેક્ષ ૨૮% થી ઘટાડી ૧૮% કરવા પ્રસ્‍તાવઃ ૩-૪ સપ્‍ટેમ્‍બરે GST કાઉન્‍સીલની બેઠક : GSTમાં ફેરફારો અંગે નિર્ણય લેવાશે : સામાન્‍ય માણસોને થશે રાહત

નવી દિલ્‍હી, તા.૨૬: GST કાઉન્‍સિલની આગામી મહિને બેઠક યોજાવાની છે. આમાં ઘણી વસ્‍તુઓ પર ટેક્‍સ ઘટાડવાની યોજના પર ચર્ચા કરવામાં આવશે. આમાં સિમેન્‍ટ, સલૂન અને બ્‍યુટી પાર્લર જેવી સામાન્‍ય રીતે ઉપયોગમાં લેવાતી સેવાઓ અને જીવન અને આરોગ્‍ય વીમા પ્રીમિયમનો સમાવેશ થાય છે. સૂત્રોના જણાવ્‍યા અનુસાર, ખાદ્ય પદાર્થો અને કપડાંને ૫% સ્‍લેબમાં લાવવાનો પણ પ્રસ્‍તાવ છે. આનાથી કર પ્રણાલી સરળ બનશે અને વર્ગીકરણની સમસ્‍યાઓ દૂર થશે. સરકાર ઇચ્‍છે છે કે કર અંગે કોઈ ગેરસમજ ન રહે.

સિમેન્‍ટ પરનો ટેક્‍સ ૨૮% થી ઘટાડીને ૧૮% કરવાનો પ્રસ્‍તાવ છે. બાંધકામ અને માળખાગત ક્ષેત્રો લાંબા સમયથી આ માંગ કરી રહ્યા છે. સિમેન્‍ટ એક આવશ્‍યક બાંધકામ સામગ્રી છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આનાથી ગ્રાહકો માટે તેની કિંમત ઓછી થશે. પરંતુ આ ત્‍યારે જ થશે જ્‍યારે કંપનીઓ કર ઘટાડાનો લાભ ગ્રાહકોને આપશે. સિમેન્‍ટ કંપનીઓ પર ઘણીવાર મિલીભગતથી ભાવ વધારવાનો આરોપ મૂકવામાં આવ્‍યો છે.

સરકાર એ પણ જોઈ રહી છે કે શું કેટલીક સામાન્‍ય સેવાઓ પરનો ટેક્‍સ ૧૮% થી ઘટાડીને ૫% કરી શકાય છે. નાના સલુન્‍સને મુક્‍તિ આપવામાં આવી છે, પરંતુ મધ્‍યમ અને ઉચ્‍ચ કક્ષાના સલુન્‍સ પર ૧૮% GST વસૂલવામાં આવે છે. આનો બોજ આખરે ગ્રાહકો પર પડે છે. તેવી જ રીતે, લોકો ખરીદતા ટર્મ વીમા અને આરોગ્‍ય વીમા પોલિસી પર GST  શૂન્‍ય રહેશે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે લોકોને જરૂરી કવર મળશે અને વધુને વધુ લોકોને વીમો મળશે.

નેક્‍સ્‍ટ જનરેશન GST સુધારા હેઠળ, હવે સામાન્‍ય માણસ પર, ખાસ કરીને ખાદ્ય પદાર્થો અને કાપડ પરના કરના બોજને ઘટાડવા માટે ૫્રુ સ્‍લેબમાં લાવી શકાય છે. TOI ના અહેવાલ પર વિશ્વાસ કરવામાં આવે તો, સરકાર કેટલીક સામાન્‍ય રીતે ઉપયોગમાં લેવાતી સેવાઓ પર GST દરોનું પણ મૂલ્‍યાંકન કરી રહી છે કે શું તેને ૧૮% થી ઘટાડીને ૫% કરી શકાય છે. એવું કહેવામાં આવ્‍યું છે કે આ પ્રસ્‍તાવ પર આવતા મહિનાની શરૂઆતમાં યોજાનારી GST કાઉન્‍સિલની બેઠકમાં ચર્ચા થઈ શકે છે.

આ ઉપરાંત, સિમેન્‍ટ અને સલૂન અને બ્‍યુટી પાર્લર જેવી સામૂહિક વપરાશની સેવાઓ સહિત અન્‍ય ઘણી વસ્‍તુઓ પર ઞ્‍લ્‍વ્‍ ઘટાડવાની યોજના પર પણ ચર્ચા થઈ શકે છે. હાલમાં, નાના સલૂન GST થી મુક્‍ત છે, પરંતુ મધ્‍યમ અને ઉચ્‍ચ શ્રેણીના સલુન્‍સ પર ૧૮ ટકાના દરે GST વસૂલવામાં આવે છે, જેના માટે ગ્રાહકો પર સીધો બોજ પડે છે. રિપોર્ટ અનુસાર, સિમેન્‍ટ પર GST ૨૮ ટકાથી ઘટાડીને ૧૮ ટકા કરવાનો પ્રસ્‍તાવ છે.

GST કાઉન્‍સિલની અધ્‍યક્ષતા કેન્‍દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ કરે છે. તેમાં તમામ રાજ્‍યોના સભ્‍યો પણ સામેલ છે. આ કાઉન્‍સિલ ૩ અને ૪ સપ્‍ટેમ્‍બરે મળવા જઈ રહી છે. તે ટેક્‍સ સ્‍લેબ ઘટાડવાનો નિર્ણય લેશે. મોટાભાગની વસ્‍તુઓ અને સેવાઓ માટે ૫% અને ૧૮% ના સ્‍લેબ હશે. કેટલીક ખાસ વસ્‍તુઓ અને લક્‍ઝરી વસ્‍તુઓ પર ૪૦% ના દરે ટેક્‍સ લાગશે.

પશ્‍ચિમ બંગાળ જેવા કેટલાક રાજ્‍યોએ GSTની ઉપલી મર્યાદા ૪૦% થી વધારવાનું સૂચન કર્યું છે. પરંતુ સૂત્રો કહે છે કે આનાથી ખોટો સંદેશ જશે. આ ઉપરાંત, કાયદામાં મોટા ફેરફારો કરવા પડશે. કેન્‍દ્ર સરકાર માને છે કે નાની કાર (૪ મીટર સુધીની લંબાઈ) પર ૧૮% ટેક્‍સ લાગશે. મોટી કાર પર ૪૦% ટેક્‍સ લાગશે. હાલમાં, આના પર ૫૦% (૨૮% ઞ્‍લ્‍વ્‍ અને ૨૨% સેસ) GST વસૂલવામાં આવે છે.

એક અધિકારીએ જણાવ્‍યું હતું કે જ્‍યારે GST શરૂ કરવામાં આવ્‍યો હતો, ત્‍યારે કર દર એવા હોવા જોઈએ કે સરકારને નુકસાન ન થાય. પરંતુ આઠ વર્ષના અનુભવ પછી, આપણે એક નવી અને સરળ સિસ્‍ટમ તરફ આગળ વધવું પડશે. આ સિસ્‍ટમ ગ્રાહકો અને સરકાર બંને માટે ફાયદાકારક રહેશે. સરકાર ઇચ્‍છે છે કે કર વ્‍યવસ્‍થા એવી હોય કે લોકો તેને સરળતાથી સમજી શકે અને સરકારને પણ નુકસાન ન થાય.(૨૩.૨૯)

(2:54 PM IST)