News of Tuesday, 26th August 2025
ભાજપ સંગઠન-મંત્રી મંડળમાં ફેરફારો થશેઃ મોદી-પાટીલ વચ્ચે બંધ બારણે બેઠક

નવી દિલ્હી : વડાપ્રધાન હાલ ગુજરાતના પ્રવાસે છે એ દરમયાન તેમણે ગઇકાલે રાત્રે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાથે બંધ બારણે એકાદ કલાક ચર્ચા કરી હોવાનું જાણવા મળે છેઃ આ બેઠક દરમ્યાન નવા પ્રદેશ પ્રમુખ સંગઠનમાં ફેરફાર તથા પેન્ડીંગ મંત્રીમંડળમાં ધરખમ ફેરફારો કરવાના મુદ્દે મુખ્યત્વે ચર્ચા થયાનું કહેવાય છેઃ અત્રે એ નોંધનીય છે કે લાંબા સમયથી રાજયના મંત્રીમંડળમાં ફેરબદલના ઢોલ વાગે છે પણ હવે મુહુર્ત નીકળ્યાનું કહેવાય છે. ચર્ચાતી વિગત મુજબ ૭ થી ૮ નવા ચહેરાઓને મંત્રીમંડળમાં લેવાશે તથા જેમની સામે ફરીયાદો છે. કામગીરી નબળી છે તેઓને કાઢી મુકાશે : કેટલાક સામે ભ્રષ્ટાચારના પણ આરોપો થયા છે. તેમની રવાનગી નિヘતિ છે. સંગઠનમાં પણ ધરખમ ફેરફારો થાય તેવું લાગે છે. યુથ અને સ્વચ્છ પ્રતિભા ધરાવનારને આગળ કરાશે : આગામી દિવસોમાં ગુજરાતના રાજકારણમાં હલચલ મચશે એ નકકી છે કારણ કે પીએમએ સમગ્ર રાજયની ટોપ ટુ બોટમ સમીક્ષા કરી હોવાનું કહેવાય છે.
(3:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
