<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th August 2025

ભારે વરસાદને કારણે જમ્મુ અને કાશ્મીરમાં ગુરુવારે બધી શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેશે

ખરાબ હવામાનને કારણે જમ્મુ અને કાશ્મીરમાં શાળાઓ અને કોલેજો બંધ રાખવા નિર્ણય

શ્રીનગર : ભારે પૂર જેવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગુરુવારે જમ્મુ અને કાશ્મીરમાં શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેશે. શિક્ષણ મંત્રી સકીના ઇટુએ આ માહિતી આપી હતી. ઇટુએ કહ્યું છે કે ખરાબ હવામાનને કારણે જમ્મુ અને કાશ્મીરમાં શાળાઓ અને કોલેજો આવતીકાલે બંધ રહેશે. જમ્મુ ક્ષેત્રમાં મુશળધાર વરસાદ અને બુધવારે કાશ્મીર ખીણમાં વચ્ચે-વચ્ચે વરસાદ વચ્ચે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જમ્મુમાં શાળાઓ સોમવારથી બંધ છે, જ્યારે કાશ્મીરના છ જિલ્લાઓ - અનંતનાગ, કુલગામ, પુલવામા, શોપિયાન, બડગામ અને શ્રીનગરમાં શૈક્ષણિક સંસ્થાઓ બુધવારે સાવચેતીના પગલા તરીકે બંધ રાખવામાં આવી હતી.

(11:56 PM IST)