News of Thursday, 28th August 2025
ગુજરાત કરતાં તામિલનાડુ, કર્ણાટક, મહારાષ્ટ્રમાં સરકારી શિક્ષણ સસ્તું
માધ્યમિક શિક્ષણ અને એનએસએસનો લેટેસ્ટ સરવે : કર્ણાટક, કેરળ, એમપી, રાજસ્થાન, યુપીમાં ગુજરાત કરતાં ખાનગી શિક્ષણ સોંઘુ

નવી દિલ્હી,તા.૨૮: કેન્દ્ર સરકાર દ્વારા નેશનલ સેમ્પલ સરવેના ૨૦મા રાઉન્ડના લેટેસ્ટ ડેટા મંગળવારે જાહેર થયા છે અને એ મુજબ ધોરણ ૯-૧૦ માં એક વિદ્યાર્થીને ભણાવવા પાછળ વાલી દ્વારા ખર્ચ ગુજરાતમાં સરકારી સ્કૂલમાં વર્ષે રૂ.૫,૬૭૬ અને ખાનગી બિનગ્રાન્ટેડ સ્કૂલમાં વર્ષે રૂ. ૪૩,૭૧૦ થાય છે. ગુજરાત કરતાં તામિલનાડુ, પヘમિ બંગાળ, કર્ણાટક, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર. ઉત્તરપ્રદેશમાં સરકારી સ્કૂલમાં ભણાવવાનો ખર્ચ ઓછો થાય છે. એવી જ રીતે કર્ણાટક, રાજસ્થાન, મધ્યપ્રદેશ, કેરળ, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં ખાનગી સ્કૂલમાં વિદ્યાર્થીને ભણાવવાનો ખર્ચ ગુજરાત કરતાં ઓછો થાય છે. જોકે પヘમિ બંગાળ, તેલંગાણા, તામિલનાડુ. પંજાબ, દિલ્હી જેવા રાજ્યો-પ્રદેશોમાં ખાનગી શિક્ષણ ગુજરાત કરતાં મોંધુ છે. પヘમિ બંગાળમાં અને દિલ્હીમાં ખાનગી શિક્ષણ સૌથી મોંઘુ છે. પヘમિ બંગાળમાં ધોરણ ૯-૧૦માં ખાનગી સ્કૂલમાં બાળકને ભણાવવા પાછળ વાલી વર્ષે રૂ.૭૮.૭૭૯ ખર્ચે છે, જયારે દિલ્હીમાં આ ખર્ચ રૂ.૬૨,૩૬૩ થાય છે. એનએસએસ સરવે એવો દાવો કરે છે કે, આ આંકડા ૨૦૨૪-૨૫ના છે.
ધોરણ ૯-૧૦માં ભણાવવાનો વાલીનો ખર્ચ
રાજ્ય સરકારી સ્કૂલમાં ખાનગી સ્કૂલમાં
ભણાવવાનો ખર્ચ રૂ. ભણાવવાનો ખર્ચ રૂ.
તેલંગાણા ૩,૦૪૪ ૫૫,૩૭૬
આંધ્રપ્રદેશ ૨,૪૭૮ ૪૩,૪૯૩
ઓડિશા ૨,૮૭૭ ૪૩,૯૨૮
૫.બંગાળ ૫,૨૮૭ ૭૮,૭૭૯
(9:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
