News of Thursday, 28th August 2025
રૂ.૨૫ લાખ અને ૧ કિલો સોનું...મુંબઈના ઉદ્યોગપતિને બિશ્નોઈ ગેન્ગ તરફથી મળી ધમકી
ઉદ્યોગપતિને ફોન પર જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી

મુંબઈ,તા.૨૮: કોમેડિયન કપિલ શર્માને ધમકીભર્યો ફોન આવ્યા બાદ, હવે મુંબઈના વધુ એક ઉદ્યોગપતિને લોરેન્સ બિશ્નોઈ ગેન્ગ દ્વારા ધમકી આપવામાં આવી છે. આ મામલો મુંબઈના ગોરેગાંવ વિસ્તારનો છે, જ્યાં એક ઉદ્યોગપતિને ફોન પર જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. અગાઉ કપિલ શર્માને પણ ગેન્ગ તરફથી ધમકીઓ મળી છે. એટલું જ નહીં, કેનેડામાં તેમના કાફેમાં પણ ગોળીબારની ઘટના બની છે. હવે, વધુ એક ઉદ્યોગપતિને ધમકીઓ મળ્યા બાદ ઉદ્યોગના લોકો ડરી ગયા છે. માનવામાં આવે છે કે કપિલના કેફે પર બીજી વખત હુમલો આ ચેતવણીના ભાગરૂપ જ કરવામાં આવ્યો હતો અને પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર, લોરેન્સ બિશ્નોઈ ગેન્ગના એક સભ્યએ ગોરેગાંવના એક વેપારીને ફોન કર્યો હતો. આ ફોન કોલમાં ફોન કરનારે સ્પષ્ટપણે કહ્યું હતું કે તેને ૨૫ લાખ રૂપિયા અને ૧ કિલો સોનાની સુપારી મળી છે. એટલું જ નહીં, ફોન કરનારે વેપારીને ધમકી આપી હતી કે જો તે આ રકમથી વધુ રકમ નહીં આપે તો તેની અને તેના પરિવારની હત્યા કરવામાં આવશે.
ધમકીથી ગભરાયેલા વેપારીએ તાત્કાલિક ગોરેગાંવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. પોલીસ ફોન કરનારની ઓળખ કરી રહી છે અને તપાસ ચાલુ છે.
તાજેતરના સમયમાં, મુંબઈમાં ઘણા ધમકીભર્યા કેસોમાં લોરેન્સ બિશ્નોઈ ગેન્ગનું નામ સામે આવ્યું છે. અગાઉ કપિલ શર્માને પણ ગેન્ગ તરફથી ધમકીઓ મળી છે. એટલું જ નહીં, કેનેડામાં તેમના કાફેમાં પણ ગોળીબારની ઘટના બની છે. હવે, વધુ એક ઉદ્યોગપતિને ધમકીઓ મળ્યા બાદ ઉદ્યોગના લોકો ડરી ગયા છે.(૪૦.૩)
(9:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
