News of Thursday, 28th August 2025
ડોનાલ્ડ ટ્રમ્પના ટેરર ટેરિફ સામે ભારત ઝૂકશે નહીં
ભારતે કાપડ નિકાસ માટે યુકે, જાપાન, જર્મની સહિત ૪૦ દેશોમાં આઉટરીચ પ્રોગ્રામ શરૂ કરવાની રણનીતિ બનાવી

નવી દિલ્હી તા.૨૮: અમેરિકાએ ભારતીય ઉત્પાદનો પર ૫૦ ટકાનો ભારે ટેરિફ લાદ્યા પછી, ભારતે તેની કાપડ નિકાસ વ્યૂહરચનાને વધુ મજબૂત બનાવવા માટે એક નક્કર યોજના બનાવી છે. આ ટેરિફથી ભારતના ૪૮ અબજ ડોલરથી વધુના નિકાસ પર અસર થવાની ધારણા છે, જેમાં કાપડ, રત્નો અને ઝવેરાત, ચામડું, જૂતા, રસાયણો અને મશીનરી જેવા ક્ષેત્રોનો સમાવેશ થાય છે. પરંતુ ભારતે આ પડકારને તકમાં ફેરવવા માટે એક વ્યૂહરચના તૈયાર કરી છે. ભારતે સ્પષ્ટ કર્યું છે કે તે કોઈપણ દેશને તેની નીતિઓને પ્રભાવિત કરવાની મંજૂરી આપી શકે નહીં. આવી સ્થિતિમાં, તેણે એક શાનદાર યોજના બનાવી છે. ભારત હવે ૪૦ દેશોમાં એક ખાસ આઉટરીચ પ્રોગ્રામ શરૂ કરવા જઈ રહ્યું છે, જેમાં યુકે, જાપાન, દક્ષિણ કોરિયા, જર્મની, ફ્રાન્સ, ઇટાલી, સ્પેન, કેનેડા, મેક્સિકો, રશિયા, તુર્કી, યુએઈ અને ઓસ્ટ્રેલિયા જેવા મુખ્ય બજારોનો સમાવેશ થાય છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ભારત આ ૪૦ દેશોમાં એક લક્ષિત વ્યૂહરચના અપનાવશે, જેથી તે ગુણવત્તાયુક્ત, ટકાઉ અને નવીન કાપડ ઉત્પાદનોના વિશ્વસનીય સપ્લાયર તરીકે તેની સ્થિતિ મજબૂત કરી શકે. ભારત હાલમાં ૨૨૦ થી વધુ દેશોમાં નિકાસ કરે છે, પરંતુ આ ૪૦ દેશોને સૌથી ખાસ માનવામાં આવી રહ્યા છે. આ દેશો વૈશ્વિક સ્તરે ઼૫૯૦ બિલિયનથી વધુ મૂલ્યના કાપડ અને વષોની આયાત કરે છે, જેમાં ભારતનો હિસ્સો હાલમાં ફક્ત ૫-૬ ટકા છે.
ભારત સરકાર અને નિકાસ પ્રમોશન કાઉન્સિલ (EPC) આ હિસ્સો વધારવા માટે સક્રિયપણે કામ કરશે. ૨૦૨૪-૨૫માં ભારતનું કાપડ અને વષા ક્ષેત્ર આશરે ઼૧૭૯ બિલિયન હોવાનો અંદાજ છે, જેમાં ઼૧૪૨ બિલિયનનું સ્થાનિક બજાર અને ૩૭ બિલિયનની નિકાસનો સમાવેશ થાય છે. વૈશ્વિક કાપડ અને વષોની આયાત બજાર લગભગ ઼૮૦૦ બિલિયન છે, જેમાં ભારત ૪.૧ ટકા હિસ્સા સાથે છઠ્ઠો સૌથી મોટો નિકાસકાર છે.
યુએસ ટેરિફ દ્વારા ઉભા થયેલા પડકારો છતાં, ભારતે નિકાસને વૈવિધ્યીકરણ કરવાની વ્યૂહરચના પર ભાર મૂક્યો છે. અધિકારીએ જણાવ્યું હતું કે ચ્ભ્ઘ્ આ વ્યૂહરચનાનો આધાર બનશે, જે બજારોનો નકશો બનાવશે, ઉચ્ચ માંગવાળા ઉત્પાદનોને ઓળખશે અને સુરત, પાણીપત, તિરુપુર અને ભદોહી જેવા ઉત્પાદન કેન્દ્રોને નવી તકો સાથે જોડશે.
ભારત આ ૪૦ દેશોમાં પરંપરાગત અને ઉભરતા બજારો બંને પર ધ્યાન કેન્દ્રિત કરશે. મુક્ત વેપાર કરાર (FTA) અને આ દેશો સાથે ચાલી રહેલી વેપાર વાટાઘાટો ભારતીય નિકાસને વધુ સ્પર્ધાત્મક બનાવવામાં મદદ કરશે. નિષ્ણાતો માને છે કે આ વ્યૂહરચના ફક્ત યુએસ ટેરિફની અસર ઘટાડશે નહીં પરંતુ વૈશ્વિક કાપડ બજારમાં ભારતને એક મજબૂત ખેલાડી તરીકે પણ સ્થાપિત કરશે. યુએસ અધિકારીઓ પણ ભારતના ઝડપી અને વ્યૂહાત્મક પ્રતિભાવથી આヘર્યચકિત થયા છે. ભારતની યોજના માત્ર તેની આર્થિક સ્થિતિસ્થાપકતા જ દર્શાવે છે, પરંતુ તે સંદેશ પણ આપે છે કે તે વૈશ્વિક વેપારના પડકારોનો સામનો કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.
(10:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
