News of Thursday, 28th August 2025
મિઝોરમમાં હવે ભીખ માગવા પર પ્રતિબંધ
વિધાનસભામાં બિલ પાસ કરાયું

આઈઝોલ તા.૨૮: મિઝોરમ વિધાનસભાએ બુધવારે (૨૭મી ઓગસ્ટ) 'મિઝોરમ પ્રોહિબિશન ઓફ બેગરી બિલ ૨૦૨૫' પસાર કર્યું. આ કાયદાનો હેતુ માત્ર ભિખારીઓ પર પ્રતિબંધ મૂકવા અને તેમને મદદ અને રોજગાર આપીને સમાજમાં ઊભા રહેવાનો પણ છે.
અહેવાલો અનુસાર, બિલ હેઠળ સરકાર એક રાહત બોર્ડ બનાવશે અને એક રિસીવિંગ સેન્ટર ખોલશે. અહીં ભિખારીઓને અસ્થાયી રૂપે રાખવામાં આવશે અને ૨૪ કલાકની અંદર તેને રાજ્ય અથવા ઘરે પાછા મોકલવામાં આવશે. સમાજ કલ્યાણ વિભાગના સર્વે મુજબ, હાલમાં આઈઝોલમાં ૩૦થી વધુ ભિખારીઓ છે, જેમાંથી ઘણાં બહારથી આવ્યા છે.
સમાજ કલ્યાણ મંત્રી લાલરિનપુઈએ જણાવ્યું હતું કે, મિઝોરમમાં હાલમાં ખૂબ ઓછા ભિખારીઓ છે. તેનું કારણ અહીંનું મજબૂત સામાજિક માળખું, ચર્ચ અને NGOની મદદ અને સરકારની યોજનાઓ છે. પરંતુ ટૂંક સમયમાં સાઈરાંગ-સિહમુ રેલવે લાઈન શરૂ થવા જઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૩મી સપ્ટેમ્બરે તેનું ઉદ્ધાટન કરશે. ત્યારબાદ બહારથી આવતા ભિખારીઓનું જોખમ વધી શકે છે.
વિપક્ષે આ બિલનો વિરોધ કર્યો હતો. મિઝો નેશનલ ફ્રન્ટ (MNF) નેતા લાલચંદમા રાલ્ટેએ કહ્યું કે, 'આ કાયદો રાજ્યની છબીને કલંકિત કરશે અને ખ્રિસ્તી ધર્મની વિરુદ્ધ છે. ભિખારીઓને મદદ કરવા માટે સમાજ અને ચર્ચની સંડોવણીને મજબૂત બનાવવી જોઈએ.(૩૮.૩)
(1:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
