<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th August 2025

પાન-આધાર ફ્રીઝ થાય તો બોગસ બિલિંગ અટકે

નક્કર પગલાં ભરવામાં આવતા નહીં હોવાના લીધે થોડા રૂપિયા માટે અપાતા આધાર અને પાનકાર્ડ બોગસ બિલિંગમાં સતત વધારો છતાં મુખ્ય સૂત્રધાર સુધી પહોંચવામાં તંત્રને નવ નેજા પાણી

મુંબઈ,તા.૨૮ઃ જીઍસટીની ધાર્યા પ્રમાણેની આવક નહીં થવાનું સૌથી મોટું કારણ બોગસ બિલિંગ છે. આ ગોરખધંધો અટકાવવા માટે જીઍસટી વિભાગ દ્વારા અનેક પ્રયાસો કરતા હોવા છતાં તેનું ધાયુ* પરિણામ મળતું નથી, કારણ કે કૌભાંડ કરનારાઅોના મૂળ સુધી પહોંચવામાં તંત્ર નિષ્ફળ નીવડયું છે. સાથે સાથે બોગસ બિલિંગના મુખ્ય સૂત્રધાર સમગ્ર કૌભાંડ અન્યના નામે જ કરતા હોય છે. તેમજ તે જેના પણ નામે કરે તેઅોના ઘર સહિતની અધિકારીઅો દ્વારા તપાસ કરવામાં આવે તો મોટાભાગના કિસ્સામાં શ્રમજીવી જ હોવાનું બહાર આવતું હોય છે. તેના કારણે બોગસ બિલિંગમાં સંડોવાયેલાઅોના આધારકાર્ડ અને પાનકાર્ડ બ્લોક કરી દેવાનો નિયમ લાગુ કરવામાં આવે તો બોગસ બિલિંગનો વેપલો અટકી શકે તેમ હોવાનું જાણકારો કહી રહ્ના છે. જાકે આ માટે અગાઉ સૂચન પણ જીઍસટી કાઉન્સિલમાં મોકલવામાં આવ્યું હતું. પરંતુ તેનું અમલીકરણ કરવામાં આવ્યું નહીં હોવાના લીધે બોગસ બિલિંગનો ગોરખધંધો અટકવાનું નામ લેતો નથી.
જીઍસટી વિભાગ દ્વારા બોગસ બિલિંગના કેસ પકડવામાં આવે અને તપાસ શરૂ થાય તો જે પણ નામે પેઢી બનાવવામાં આવી હોય તે પેઢી માટેનો જીઍસટી નંબર લેવા માટે રજૂ કરવામાં આવેલા આધારકાર્ડ અને પાનકાર્ડ શાકભાજીવાળા, ચાવાળા, રિક્ષાવાળા સહિતના શ્રમજીવીના નામે જ હોવાનું બહાર આવતું હોય છે. આ લોકોને દર મહિને ૧૦ હજાર રૂપિયા આપવાની લાલચ આપીને તેઅો પાસેથી આધારકાર્ડ અને પાનકાર્ડ લેતા હોય છે. ત્યારબાદ જીઍસટી નંબર આવી ગયા બાદ બોગસ બિલિંગનો વેપલો શરૂ કરવામાં આવતો હોય છે. જેથી આ વેપલો બંધ કરાવવા માટે બોગસ બિલિંગના કેસ પકડાય તો તેમાં જે પણ લોકોની સંડોવણી બહાર આવે તેઅોના આધારકાર્ડ અને પાનકાર્ડ કાયમી ધોરણે બંધ કરી દેવાનો નિયમ લાવવામાં આવે તો આ બદી અટકી શકે તેમ છે.
આધારકાર્ડ અને પાનકાર્ડ તમામ બાબતોમાં મહત્ત્વનો પુરાવો
આધારકાર્ડ અને પાનકાર્ડ બ્લોક કરવામાં આવે તો અન્ય કોઇ પણ કામ માટે જ્યારે તેને આધારકાર્ડ અને પાનકાર્ડની જરૂર પડે ત્યારે તે થઇ શકે નહીં. રેશનિંગની દુકાનમાં અનાજ લેવા માટે પણ આધારકાર્ડ જરૂરી છે. લોન લેવા માટે, સીમ કાર્ડ લેવા માટે, જેવી અનેક બાબતોમાં બંને જરૂરી પુરાવા હોવાના કારણે મોટાભાગના લોકો ગોરખધંધો કરવા માટે પોતાના આધારકાર્ડ અને પાનકાર્ડ આપતા જ બંધ થઇ જાય તેમ છે. તેના કારણે બોગસ બિલિંગ કરનારાઅો દ્વારા અન્યના નામે પેઢી ખોલીને જે ગોરખધંધા કરવામાં આવે છે તેના પર લગામ લાગી શકે છે.
બેંકના કેટલાક કર્મચારીઅોની પણ સંડોવણી
બોગસ બિલિંગના કેસમાં બેંક કર્મચારીઅોની સંડોવણી વિના આ વેપલો થવો શક્ય નહીં હોવાનું પણ જાણકારો કહી રહ્ના છે, કારણ કે જીઍસટી નંબર લેવા માટે કરન્ટ ઍકાઉન્ટ ખોલાવવામાં આવે ત્યારે બેંક અધિકારી અથવા તો કર્મચારી દ્વારા તેમાં તપાસ કરતા હોય છે. તેમજ તે વ્યક્તિ બેંકમાં હાજર હોય ત્યારે જ કરન્ટ ઍકાઉન્ટ ખોલવામાં આવતું હોય છે. જ્યારે ખાતું ખુલી ગયા બાદ તેમાં તમામ વ્યવહાર અન્ય વ્યક્તિ દ્વારા કરવામાં આવતો હોય છે. તેમ છતાં બેંક કર્મચારી તેની સામે વાંધો ઉઠાવતા નહીં હોવાના લીધે પણ આ બદી અટકતી નથી.

 

(12:05 PM IST)