<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th August 2025

અમેરિકાની સિટીઝનશિપ માટે અપ્‍લાય કરનારાનાં પાડોશીની પણ પૂછપરછ થશે?

ટ્રમ્‍પ એડમિનિસ્‍ટ્રેશને નેચરલાઈઝેશન માટે અપ્‍લાય કરતા લોકોનું નેબરહૂડ ચેક કરવાનું શરૂ કરી દીધું

વોશીંગ્‍ટન,તા.૨૮: જો તમે યુએસ સિટીઝનશિપ માટે એપ્‍લાય કરવાના હો તો હવે તમારે કદાચ પાડોશીઓને પણ ખાસ સાચવવા પડશે કારણકે ટ્રમ્‍પ એડમિનિસ્‍ટ્રેશને નેચરલાઈઝેશન માટે અપ્‍લાય કરતા લોકોનું નેબરહૂડ ચેક કરવાનું શરૂ કરી દીધું છે. નેબરહુડ ચેકમાં યુએસસીઆઈએસના ઓફિસર્સ એપ્‍લિકન્‍ટના આડોશ-પાડોશમાં રહેતા કે પછી તેની સાથે કામ કરતા લોકોની પૂછપરછ કરીને એપ્‍લિકન્‍ટ અંગે માહિતી મેળવી શકે છે.

નેબરહૂડ ચેક દ્વારા એ બાબત સુનિヘતિ કરવામાં આવશે કે જે-તે વ્‍યક્‍તિ પોતાના સર્કલમાં કેવી છાપ ધરાવે છે અને તે અમેરિકાનો સિટીઝન બનવાને લાયક છે કે નહીં. અમેરિકાના સિટીઝન બનવા માટે હાલ જે નિયમો છે તે અનુસાર ગ્રીન કાર્ડ હોલ્‍ડર ત્રણથી પાંચ વર્ષ સુધી યુએસમાં રહ્યો હોય અને તેણે કોઈ સિરિયસ ક્રાઈમ ના કર્યો હોય તેમજ તેણે સિવિક્‍સ અને ઈંગ્‍લિશ ટેસ્‍ટ પાસ કરી લીધી હોય તો તેને સિટીઝનશિપ મળી જાય છે, આ પ્રોસેસને જ નેચરલાઈઝેશન તરીકે ઓળખવામાં આવે છે.

આમ તો તેના માટે ૧૯૯૧ સુધી નેબરહુડ ચેક થતું હતું પરંતુ ત્‍યારબાદ તેને સદંતર બંધ કરી દેવાયું હતું. હાલ જ્‍ગ્‍ત્‍ દ્વારા કરાયેલા બેકગ્રાઉન્‍ડ તેમજ ક્રિમિનલ ચેક્‍સના આધારે યુએસસીઆઈએસ કોઈ એલિયનને સિટીઝનશિપ આપવી કે નહીં તેનો નિર્ણય લે છે, પરંતુ ટ્રમ્‍પ એડમિનિસ્‍ટ્રેશન નેબરહુડ ચેક ફરી શરૂ કરવા માગે છે. તાજેતરમાં જ યુએસસીઆઈએસએ એવું પણ જણાવ્‍યું હતું કે નેચરલાઈઝેશનની એપ્‍લિકેશન પ્રોસેસ કરવા ઉપરાંત ગ્રીન કાર્ડ અને વિઝા માટે એપ્‍લાય કરતા લોકો ગુડ મોરલ કેરેક્‍ટર ઉપરાંત એન્‍ટી અમેરિકન વ્‍યૂ ધરાવે છે કે કેમ તે સુનિヘતિ કરવા પર ખાસ્‍સું ધ્‍યાન આપી રહી છે.

યુએસસીઆઈએસ દ્વારા ઓગસ્‍ટ ૨૨ના રોજ આ અંગે જે મેમો પણ ઈશ્‍યૂ કરવામાં આવ્‍યો હતો તેમાં જણાવાયું છે કે નેચરલાઈઝેશન માટે અપ્‍લાય કરતા એલિયન્‍સનું હાલ યુએસસીઆઈએસ નેબરહૂડ ઈન્‍વેસ્‍ટિગેશન્‍સ નથી કરતી, એપ્‍લિકન્‍ટના બેકગ્રાઉન્‍ડ તેમજ ગુડ મોરલ કેરેક્‍ટર અંગેની માહિતી માટે મોટાભાગે બાયોમેટ્રિક ચેક્‍સ તેમજ એફબીઆઈ દ્વારા કરાતા ક્રિમિનલ હિસ્‍ટ્રી ચેક દ્વારા જ આ કામ થઈ જાય છે.

જોકે, ૧૮૦૨થી ૧૯૮૧ સુધી સિટીઝનશિપ માટે એપ્‍લાય કરનારા લોકોને પ્રક્રિયાના ભાગરૂપે બે વિટનેસ એટલે કે સાક્ષીને પણ રજૂ કરવા પડતા હતા, પરંતુ ૧૯૮૧માં કોંગ્રેસે આ જોગવાઈને દૂર કરી હતી અને તેના માટે એવું કારણ આપવામાં આવ્‍યું હતું કે એપ્‍લિકન્‍ટનું કેરેક્‍ટર વધુ સારી રીતે ચકાસી શકાય તે માટે માત્ર ઈન્‍વેસ્‍ટિગેશન અને જરૂર હોય તો નેબરહુડ ઈન્‍વેસ્‍ટિગેશન પૂરતા છે. જોકે, ૧૯૯૧માં ઈમિગ્રેશન એન્‍ડ નેચરલાઈઝેશન સર્વિસે નેબરહુડ ઈન્‍વેસ્‍ટિગેશન બંધ કરી દીધું હતું.

પોતાના મેમોમાં યુએસસીઆઈએસ જણાવાયા અનુસાર યુએસસીઆઈએસ હવે નેચરલાઈઝેશન માટે એપ્‍લાય કરતા એલિયનનું નેબરહુડ ચેક કરવાની જરૂર છે કે નહીં તે નક્કી કરવા માટે તેની પાસેથી વધુ માહિતી માગી શકે છે જેમાં એપ્‍લિકન્‍ટને સારી રીતે ઓળખતા હોય તેવા પાડોશી, એમ્‍પ્‍લોયર, કો-વર્કર અને બિઝનેસ અસોસિએટ્‍સ દ્વારા લખાયેલા ટેસ્‍ટિમોનિયલ લેટર જેવી બાબતોનો સમાવેશ થાય છે. જો એલિયનની એપ્‍લિકેશનમાં આવા કોઈ પુરાવા નહીં અપાયા હોય તો તેને આ પુરાવા સબમિટ કરવા માટે પણ કહી શકાશે.

જો કોઈ એપ્‍લિકન્‍ટ પુરાવા નહીં આપે તો તેનું નેબરહુડ ઈન્‍વેસ્‍ટિગેશન થઈ શકે છે અને તેની અસર તેની નેચરલાઈઝેશન માટેની એલિજિબિલિટી પર પણ પડી શકે છે.(૪૦.૧૭)

(11:46 AM IST)